Home /News /sport /T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા 14 દિવસમાં 6 મેચ રમશે, જાણો ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા 14 દિવસમાં 6 મેચ રમશે, જાણો ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

India VS South Africa T20 Series : ભારતીય ક્રિકેટ T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા બાદ દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાથી ત્રણ T-20 અને 3 વનડે મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયાને T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમ હવે T20 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા સામે T20 અને ODI શ્રેણી રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 28 સપ્ટેમ્બરથી ત્રણ ટી-20 મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયા બાદ દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. ટી-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાથી ત્રણ T-20 અને 3 વનડે મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયાને T20 શ્રેણીમાં 2-1થી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    ભારતીય ક્રિકેટ ટીમ હવે T20 વર્લ્ડ કપ પહેલા દક્ષિણ આફ્રિકા સામે T20 અને ODI શ્રેણી રમશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 28 સપ્ટેમ્બરથી ત્રણ ટી-20 મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે. આગામી મહિને ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સાથે ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમશે. આ શ્રેણી બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી યોજાનાર વર્લ્ડ કપ માટે રવાના થશે. દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની પણ જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી.

    આ પણ વાંચો: હૈદરાબાદમાં રમાયેલી મેચમાં મેક્સવેલના રન આઉટ પર થયો વિવાદ, જાણો શું કહે છે ICCનો નિયમ

    અર્શદીપ સિંહને ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. તે દક્ષિણ આફ્રિકા સામે રમશે. ત્યારે ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી માટે બ્રેક મળ્યો છે. ભુવનેશ્વરની ગેરહાજરીમાં દીપક ચહરને પ્લેઈંગ 11માં તક મળી શકે છે.

    વનડે શ્રેણીમાં શિખર ધવન કરી શકે છે કેપ્ટનશીપ

    અનુભવી બેટ્સમેન શિખર ધવન દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરી શકે છે. BCCI લાંબા T20 વર્લ્ડ કપ પ્રવાસ પહેલા ખેલાડીઓના આરામને લઈને સતર્ક છે. આવી સ્થિતિમાં ધવન વનડે શ્રેણીની આગેવાની કરશે. અહેવાલ છે કે રોહિત શર્મા એન્ડ કંપની સહિત વર્લ્ડકપ માટે જઈ રહેલા તમામ ખેલાડીઓને આરામ આપવામાં આવશે.

    ભારત VS દક્ષિણ આફ્રિકા T20 શ્રેણી

    28 સપ્ટેમ્બર - 1લી T20, ત્રિવેન્દ્રમ
    1 ઓક્ટોબર - બીજી T20, ગુવાહાટી
    3 ઓક્ટોબર - ત્રીજી T20, ઈન્દોર
    ભારત VS દક્ષિણ આફ્રિકા ODI શ્રેણી
    1લી ODI - 6 ઓક્ટોબર, રાંચી
    બીજી ODI - 9 ઓક્ટોબર, લખનૌ
    ત્રીજી ODI - 11 ઓક્ટોબર, દિલ્હી



    દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા

    દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા તરફથી રમનારા ખેલાડીઓમાં રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, આર અશ્વિન, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ , મોહમ્મદ શમી અને દીપક ચહરનો સમાવેશ.

    T20 વર્લ્ડ કપ 2022 માટેની ભારતીય ટીમ

    T20 વર્લ્ડ કપ 2022 માટેની ભારતીય ટીમ તરફથી રમનારા ખેલાડીઓમાં રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહનો સમાવેશ.

    સ્ટેન્ડ બાય પ્લેયર્સ: મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહર સ્ટેન્ડ બાય રહેશે.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Sports news, T20 World Cup 2022, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन