IND VS AUS: ટીમ ઇન્ડિયાનો મહત્વનો સભ્ય ‘ગાયબ’, ખોટો કોરોના રિપોર્ટ છે કારણ

IND VS AUS: ટીમ ઇન્ડિયાનો મહત્વનો સભ્ય ‘ગાયબ’,ખોટો કોરોના રિપોર્ટ છે કારણ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરે પ્રથમ વન-ડે સાથે પ્રવાસની શરૂઆત થશે

  • Share this:
    નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પોતાની પ્રથમ મેચ રમવા માટે પુરી રીતે તૈયાર છે. બીજી તરફ ટીમનો એક મહત્વનો સભ્ય અત્યાર સુધી ટીમ સાથે જોડાઈ શક્યો નથી. વાત કરી રહ્યા છીએ થ્રોડાઉન સ્પેશ્યાલિસ્ટ રઘુની (Throwdown Specialist Raghu), જે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોને નેટ્સ પર બેટિંગ પ્રેક્ટિસ કરાવે છે. રઘુ કોરોના પોઝિટિવ આવવાના કારણે થોડા દિવસો પછી ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો. આ પછી તેને સિડનીમાં અલગ હોટલમાં ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યો હતો. જોકે રઘુને ટીમ ઇન્ડિયા સાથે જોડાવાનું હતું પણ અત્યાર સુધી આમ થઈ શક્યું નથી.

    ઇનસાઇડ સ્પોર્ટ્સ વેબસાઇટમાં આપેલા રિપોર્ટ પ્રમાણે થ્રો ડાઉન સ્પેશ્યાલિસ્ટ રઘુનો બીજો કોરોના ટેસ્ટ થયો હતો. જેમાં તે ફરી પોઝિટિવ આવ્યો હતો. જોકે બાદમાં આ ટેસ્ટ ખોટો સાબિત થયો હતો. એટલે કે રઘુને કોરોના ન હતો. આમ છતા તે ટીમ ઇન્ડિયા સાથે જોડાઈ શક્યો નથી.

    આ પણ વાંચો - ક્રિકેટ પછી ખેતીમાં હાથ અજમાવી રહ્યો છે એમએસ ધોની, 40 રૂપિયે કિલો વેચી રહ્યો છે ટમાટા

    ઓસ્ટ્રેલિયન અખબાર ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ અને ધ એજે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઇન્ડિયાના મેનેજર મોલિન પારીખને આ મુદ્દે મેસેજ દ્વારા સવાલ પૂછ્યો હતો. જોકે તેમણે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. ન્યૂ સાઉથ વેલ્સના સ્વાસ્થ્ય વિભાગના પ્રવક્તાએ પણ રઘુના મુદ્દે કશું પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે.

    થ્રો ડાઉન સ્પેશ્યાલિસ્ટનું ટીમ ઇન્ડિયા સાથે હજુ સુધી ના જોડાવવું ભારતીય ખેલાડીઓ માટે મોટું નુકસાન છે. રઘુ 150 કિમી પ્રતિ કલાકની ઝડપથી ફાસ્ટ બોલ ફેંકે છે. તેની થ્રો ડાઉન સ્પીડ સૌથી વધારે છે અને આ જ કારણ છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા બેટ્સમેનો માટે ફાસ્ટ બોલિંગ મોટો મુદ્દો નથી. રઘુ ટીમ ઇન્ડિયા સાથે 2013થી જોડાયો છે. કેપ્ટન કોહલીએ પોતાની સફળતા પાસે રઘુનો મહત્વનો ફાળો ગણાવ્યો છે. હવે ટીમ ઇન્ડિયાનો આ મહત્વનો સભ્ય પોતાના ખેલાડીઓથી દૂર છે અને આ મુદ્દા પર કોઈ જવાબ પણ આપી રહ્યું નથી.
    Published by:Ashish Goyal
    First published: