Team india Test Captain: ભારતીય ટેસ્ટ ટીમના આગામી કેપ્ટન માટે મનોમંથન થઈ રહ્યુ છે, આ મનોમંથનમાં નવા ટેસ્ટ કેપ્ટન તરીકે રોહિત શર્માનું નામ જ ઉભરીને આવી રહ્યુ છે (New Test Captain of India) જોકે, રોહિત શર્મા ઉપરાંત ટેસ્ટ કેપ્ટન તરીકે કેએલ રાહુલ (KL Rahul) અને આર અશ્વિન (R.Ashwin)ના નામ પણ ચર્ચામાં છે. પસંદગીકારોને આ અંગે હજુ અવઢવ છે ત્યારે પૂર્વ મુખ્ય સિલેક્ટર દિલીપ વેંગેસકરે (dilip Vengsarkar) આ અંગે પોતાનો મત રાખ્યો છે.
એક અંગ્રેજી અખબારને દિલીપ વેંગેસકરના જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં ગેપ ભરવા માટે રોહિત શર્મા અથવા આર. અશ્વિન બેમાંથી એકને કેપ્ટન બનાવવા જોઈએ જેથી કરીને ભવિષ્ય માટે કેપ્ટન તૈયાર કરી શકાય. જેથી કરીને એક અનુભવી ખેલાડી ટીમને નેતૃત્વ આપી શકે.
દિલીપ વેંગેસકરે જણાવ્યું કે ઋષભ પંત, કે.એલ.રાહુલ અથવા શ્રેયસ ઐયરને એક વર્ષનો સમય આપવો જોઈએ. તેમને તૈયાર થવા દેવા જોઈએ. ઋષભ પંતે ખુદને સાબિત જરૂર કર્યો છે પરંતુ તેણે પોતાના શૉટ સિલેક્શન પર કામ કરવાની જરૂર છે.
પૂર્વ ચીફ સિલેક્ટરે જણાવ્યું કે તમારે આમાંથી કોઈ એક ખેલાડીને પસંદ કરવો હોય તો તેની શરૂઆત વ્હાઇટ બોલની કેપ્ટનશીપથી કરવી જોઈએ અને તેને ટેસ્ટમાં વાઇસ કેપ્ટન બનાવવો જોઈએ. એટલે કે તે જવાબદારી મળતા પહેલાં તૈયાર થાય અને સ્થિર થઈ શકે.
જણાવી દઈએ કે રોહિત શર્મા આ રેસમાં સૌથી આગળ છે કારણ કે આ સમયે ટી-20 અને વ્હાઇટ બૉલ ક્રિકેટ કેપ્ટન તરીકે પસંદ થયો છે. આ સાથે ટેસ્ટમાં વાઇસ કેપ્ટન પણ છે. આ સ્થિતિમાં વિરાટની ગેરહાજરીમાં કેપ્ટનશીપ તેને જ મળશે. જોકે, ટી-20 વર્લ્ડકપ અને વનડે વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટ આગામી એક વર્ષમાં યોજાવાની હોવાના કારણે અનેક સમસ્યા સર્જાઈ શકે છે.
રોહિત શર્માની ફીટનેસના પ્રશ્નો છે. રોહિતને હેમસ્ટ્રીંગની સમસ્યા છે. આ સમયે પણ તે ઈન્જર્ડ છે અને તેથી જ તેને કેપ્ટનશીપ અન ટીમથી દૂર રહેવું પડ્યું છે. વધુમાં રોહિત શર્માની ઉંમર 34 વર્ષ છે જ્યારે રાહુલની ઉંમર 30 વર્ષ છે આમ ભારતનો લાંબા ગાળાનો કેપ્ટન રોહિત શર્મા રહી શકે તેવી સ્થિતિ નથી ત્યારે ભારતીય ટીમ આગામી સમયમાં કેપ્ટનશીપ અસ્થિરતાના ગાળામાંથી પસાર થઈ શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર