Home /News /sport /Exclusive Video Rishabh Pant Accident: જુઓ કેટલી ભયાનક રીતે થયો કારનો અકસ્માત, વીડિયો જોઈ રાડ પડી જશે

Exclusive Video Rishabh Pant Accident: જુઓ કેટલી ભયાનક રીતે થયો કારનો અકસ્માત, વીડિયો જોઈ રાડ પડી જશે

રિષભ પંતની કારનો અકસ્માત એટલો ભયાનક હતો કે હોલિવુડની કોઈ એક્શન ફિલ્મનો સીન હોય તેમ જોઈને રાડ ફાટી જશે.

Exclusive Video: પંતની કારનો એક્સિડેન્ટ એટલો ભયાનક હતો કે જોઈને રાડ ફાટી જશે. અહીં અમે તમને એક્સક્લુઝિવ આ અકસ્માત સ્થળનો વીડિયો દર્શાવી રહ્યા છે જેને જોઈને તમને સમજાશે કે આ અકસ્માત હોલિવુડની કોઈ એક્શન ફિલ્મના દ્રશ્યો જેટલો ભયાનક છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઋષભ પંતની કારને દિલ્હી દિલ્હીથી પરત ફરતાં મોટો અકસ્માત નડ્યો છે. આ અકસ્માતનો વીડિયો જઈને તમારા મોઢામાંથી રાડ ફાટી જશે. ઋષભ દિલ્હી નજીક રુડકીના નારસન બોર્ડર પરથી હમ્મદપુર ઝાલ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની આ કારનો ધડાકાભેર અકસ્માત થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર ડિવાઈડર સાથે સૌથી પહેલા ભટકાઈ હતી અને ત્યાર બાદ રેલિંગ તોડીને કાર ઉછળી સામેની તરફ જઈ પડી હતી.



વીડિયોમાં જોઈ શકાય છે કે પહેલા રેલિંગ સાથે ટકરાયા પછી કાર ઉછળીને લાઈટના એક થાંભલા સાથે ભટકાઈ છે અને પછી હવામાં જ ફંગોળાઈને સામેની તરફના રોડ પર જઈ પડી હતી. અહીં પણ કાર સામેની રેલિંગ સાથે અથડાઈ હતી અને પછી 100થી 150 કિમી જેટલી ઘસડાઈ હતી. આ દુર્ઘટનાના કારણે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.

પોલીસના અહેવાલ મુજબ ઋષભ પંત મર્સિડિઝ બેન્ઝ GL કાર ચલાવી રહ્યો હતો. આ કારમાં એકલો જ સવાર હતો અને તેની કાર સૌથી પહેલા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેના કારણે તેના પગમાં ફેક્ચર થઈ ગયું હતું. પ્રાપ્ત હેવાલ મુજબ આ અકસ્માતમાં પંતને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમજ પીઠના ભાગે પણ તેને ગંભીર ઈજાઓ થઈ છે. અહેવાલ મળી રહ્યા છે કે પંતની પ્લાસ્ટિક સર્જરી પણ કરવામાં આવી શકે છે.



અકસ્માતની ગંભીરતા એ બાબત પરથી પણ આવે છે કે ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર ત્યાં જ અટકી જતી નથી પરંતુ ઉછળીને વીજળીના થાંભલા સાથે ઉપરની તરફ ભટકાય છે. ત્યાર બાદ તે સીધી સામેની તરફ પટકાઈને રોન્ગ સાઈડના રાઈટ હેન્ડ ડિવાઈડર સાથે ભટકાઈ છે. જેનો અર્થ છે કે કાર હવામાં જ ફંગોળાઈ હોઈ શકે છે. આ અકસ્માત હોલિવુડના કોઈ ફિલ્મી સીન જેવો ભયાનક છે.
First published:

Tags: Horrific road accident, Mercedes Benz, Rishabh pant, Team india