Home /News /sport /

આ દિવસે થશે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત!

આ દિવસે થશે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત!

આ દિવસે થશે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત!

આઈસીસી વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત ક્યારે થશે તેની ઉપર ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે મોટું નિવેદન કર્યું

    30 મે થી ઇંગ્લેન્ડમાં રમાનાર આઈસીસી વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત ક્યારે થશે તેની ઉપર ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે મોટું નિવેદન કર્યું છે. આંધ્ર પ્રદેશમાં પત્રકારો સાથે વાતચીત કરતા પ્રસાદે કહ્યું હતું કે 20 એપ્રિલ કે તે પહેલા ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવશે. વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની ડેડલાઇ 25 એપ્રિલ છે.

    ચીફ સિલેક્ટરે કહ્યું હતું કે અમને ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનનો વિશ્વાસ છે. અમે છેલ્લા દોઢ વર્ષથી આ ટીમને નજીકથી જોઈ છે. અમને પોતાના ખેલાડીઓની ક્ષમતા ઉપર વિશ્વાસ છે. અને સારી ટીમ પસંદ કરીશું. અમને વિશ્વાસ છે કે અમારી ટીમ વર્લ્ડ કપ જીતીને આવશે.

    આ પણ વાંચો - રિષભ પંતના ઓડિયો પર લલિત મોદીનું ટ્વિટ, કહ્યું - આ તો મેચ ફિક્સિંગ છે

    વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં ખાલી સ્થાન
    ભારતીય ટીમામં 2-3 સ્થાનને છોડીને મોટાભાગના ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે. ચોથા નંબરનો બેટ્સમેન, ચોથો ફાસ્ટ બોલર કે ત્રીજો સ્પિનર અને બીજા વિકેટકીપર પર નિર્ણય થવાનો બાકી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા જ કહી દીધું છે કે ટીમ લગભગ નક્કી થઈ ગઈ છે. કોહલીએ કહ્યું હતું કે આઈપીએલના પ્રદર્શનની વર્લ્ડ કપની ટીમ પસંદગી પર કોઈ અસર પડશે નહીં.

    વર્લ્ડ કપ માટે આવી હોઈ શકે છે ટીમ ઇન્ડિયા

    શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, અંબાતી રાયડુ/લોકેશ રાહુલ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, રિષભ પંત, કેદાર જાધવ, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, બુમરાહ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2019 World Cup, Chief selector, Msk prasad, Team india squad, World cup 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन