ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, ધોનીની વાપસી

News18 Gujarati
Updated: December 25, 2018, 7:36 AM IST
ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, ધોનીની વાપસી
ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, ધોનીનો સમાવેશ કરાયો

ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણી માટે પણ ટીમની જાહેરાત કરાઈ

  • Share this:
બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયામાં રમાનાર વન-ડે શ્રેણી અને ન્યૂઝીલેન્ડ સામે રમાનાર વન-ડે અને ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. જેમાં સૌથી ખાસ વાત એ છે કે મહેન્દ્રસિંહ ધોનીનો ફરી ટી-20 ટીમમાં સમાવેશ કરાયો છે. આ પહેલા વેસ્ટ ઇન્ડીઝ અને ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 ટીમમાં ધોનીને સ્થાન ન મળતા એવી ચર્ચા હતી કે ધોનીને હવે ટી-20માં સ્થાન નહીં મળે તે ફક્ત વન-ડેમાં જ ધ્યાન આપશે. જોકે ધોનીને ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ટી-20 ટીમમાં વિકેટકિપર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે ફેબ્રુઆરીમાં ત્રણ મેચની ટી-20 શ્રેણી રમાશે.

ધોની ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીમાં પણ રમશે. ટી-20 શ્રેણીમાં હાર્દિક પંડ્યા અને ક્રુણાલ પંડ્યા બંનેનો ટીમમાં સમાવેશ કરાયો છે. રવિન્દ્ર જાડેજાને વન-ડે ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે અશ્વિનને એકપણ ટીમમાં સ્થાન મળ્યું નથી. ઓસ્ટ્રેલિયા સામે 12 જાન્યુઆરીથી ત્રણ વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે.

ન્યૂઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી(સુકાની), રોહિત શર્મા, લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખાલિલ અહમદ.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખાલિલ અહમદ, મોહમ્મદ શમી
First published: December 24, 2018, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading