એકબીજા સામે નજર નથી મિલાવતા કોહલી-રોહિત, વીડિયો જોઈને થશે વિશ્વાસ

News18 Gujarati
Updated: August 5, 2019, 4:38 PM IST
એકબીજા સામે નજર નથી મિલાવતા કોહલી-રોહિત, વીડિયો જોઈને થશે વિશ્વાસ
એકબીજા સામે નજર નથી મિલાવતા કોહલી-રોહિત, વીડિયો જોઈને થશે વિશ્વાસ

આ વીડિયોમાં વિરાટ અને રોહિત વચ્ચેના મતભેદ જોવા મળે છે

  • Share this:
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે સંબંધો હાલ સારા ચાલી રહ્યા નથી. વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલા પરાજય પછી ઘણા સ્થાનોએ બંને દિગ્ગજો વચ્ચે કડવાહટ જોવા મળી હતી.

જોકે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે રવાના થતા પહેલા ભારતીય કેપ્ટને આ બધી વાતોને અફવા ગણાવતા સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. જોકે ભારતીય ક્રિકેટ ટીમ તરફથી જાહેર કરાયેલા એક વીડિયોમાં વિરાટ અને રોહિત વચ્ચેની કડવાહટ જોવા મળી હતી. ઇન્ડિયન ક્રિકેટ ટીમે મેચ પછી ઇંસ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો છે, જેમાં ટીમ ઇન્ડિયા ફ્લોરિડાથી રવાના થતા પહેલા કેરેબિયન ટીમને મળી રહી છે.

આ વીડિયોમાં વિરાટ અને રોહિત વચ્ચેના મતભેદ જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ભારતીય વાઇસ કેપ્ટન કેરેબિયન ટીમને મળવા સૌથી પહેલા આવ્યો હતો અને પછી વિરાટ કોહલી આવ્યો હતો. આ દરમિયાન બંનેએ એકબીજા તરફ નજર પણ કરી ન હતી.

આ પણ વાંચો - રોહિત ટી-20 ક્રિકેટનો નવો બાદશાહ, ગેઈલનો રેકોર્ડ તોડ્યો

 
View this post on Instagram
 

And that's a wrap from Florida 💙💙 We now head to Guyana next ✈️ #TeamIndia #WIvIND


A post shared by Team India (@indiancricketteam) on


આ નજારો એવો જ હતો જ્યારે વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં પરાજય પછી કોહલી ટીમ ઇન્ડિયાના બધા ખેલાડીઓ અને સ્ટાફને મળી રહ્યા હતા. પછી વિરાટ પ્રેઝનટેશન સેરેમની માટે રોહિત શર્માને મળ્યા વગર પાછળથી ચાલ્યો ગયો હતો.

(તસવીર - AP)


સોશિયલ મીડિયા પર જોવા મળી હતી તકરાર
વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં પરાજય પછી બંને વચ્ચે મતભેદના સમાચાર આવી રહ્યા હતા. આ પછી રોહિત શર્મા વિશે ખબર આવી હતી કે તેણે સોશિયલ મીડિયા ઉપર વિરાટ કોહલીને અનફોલો કરી દીધો હતો. આ પહેલા તેની પત્ની અનુષ્કા શર્માને પણ અનફોલો કરી દીધી હતી.
First published: August 5, 2019
વધુ વાંચો
अगली ख़बर