Ind vs Eng: ટીમ ઈન્ડિયા માન્ચેસ્ટર ટેસ્ટ રમવા માટે તૈયાર નથી, IPL છે કારણ- રિપોર્ટ

Ind vs Eng, Manchester Test: કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા માન્ચેસ્ટર ટેસ્ટ નથી રમવા માંગતી. (ફાઇલ તસવીર- AFP)

India Vs England Manchester Test: વિરાટ કોહલીની સેનાને કોરોનાનો ડર સતાવી રહ્યો છે, પણ તમામના રિપોર્ટ આવ્યા નેગેટિવ

  • Share this:
    નવી દિલ્હી. ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે આજથી માન્ચેસ્ટરમાં રમનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ (IND vs ENG Manchester Test) પર હજુ પણ સંકટના વાદળો ઘેરાયેલા છે. કારણ કે ભારતીય ખેલાડી આ ટેસ્ટને રમવા નથી માંગતા. જ્યારે એક દિવસ પહેલા તમામ ખેલાડીઓના કોરોના RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમ છતાં વિરાટ કોહલીની (Virat Kohli) સેનાને કોરોનાનો ડર (Corona Cases in Team India) સતાવી રહ્યો છે. મૂળે, એક દિવસ પહેલા જ ટીમના આસિસ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ યોગેશ પરમાર પણ કોવિડ-19 પોઝિટિવ (Yogesh Parmar Covid Positive) હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં સૌના રિપોર્ટ નેગેટિવ આવ્યા. આ પહેલા હેડ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri Corona) અને સપોર્ટ સ્ટાફના કેટલાક અન્ય સભ્યો પણ કોરોના સંક્રમિત થયા હતા અને તમામ હાલ આઇસોલેશનમાં છે.

    'ઈન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ, ભારતીય ખેલાડીઓની શુક્રવાર સાંજે બેઠક મળી હતી, જેમાં ટીમના મોટાભાગના ખેલાડીઓએ પાંચમી ટેસ્ટ રમવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. સૂત્રો મુજબ, આ ટેસ્ટ પૂરી થયાના 4 દિવસ બાદ જ UAEમાં Indian Premier League 2021નો સેકન્ડ ફેઝ શરૂ થવાનો છે. એવામાં ખેલાડીઓને કોરોના વાયરસથી સંક્રમિત થવાનો ડર સતાવી રહ્યો છે.

    ખાસ કરીને એ ખેલાડી જેઓ કોરોના સંક્રમિત થયેલા ટીમના ફિઝિયોથેરાપિસ્ટ યોગેશ પરમારના સીધા સંપર્કમાં હતા. પરમાર ઓવલ ટેસ્ટ દરમિયાન અને ત્યારબાદ પણ રોહિત શર્મા (Rohit Sharma), ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara), મોહમ્મદ શમી (Mohammed Shami) અને ઈશાંત શર્મા (Ishant Sharma) જેવા ખેલાડીઓની ઈજા પર સત નજર રાખી રહ્યા હતા. એવામાં આ ખેલાડીઓને એ ખબર નથી કે ભવિષ્યમાં શું થશે, કારણ કે કોરોના વાયરસના લક્ષણ સામે આવવામાં કેટલાક દિવસનો સમય લાગી શકે છે.

    આ પણ વાંચો, T20 World Cup 2021: ધોનીના Mentor બનવાથી ટીમ ઈન્ડિયાને થશે 5 ફાયદા, બનાવશે ચેમ્પિયન!

    ખેલાડીઓને કોરોના સંક્રમિત થવાનો ડર સતાવી રહ્યો છે

    ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, ફિઝિયોથેરાપિસ્ટના સંપર્કમાં આવેલા ખેલાડીઓને એવો ડર સતાવી રહ્યો છે કે જો તેઓ થોડા દિવસમાં કોરોના પોઝિટિવ થાય છે તો તેમને આઇપીએલની સાથોસાથ ઓક્ટોબરમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ રમવા ઉપર પણ સવાલ ઊભા થઈ શકે છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ ભલે માન્ચેસ્ટર ટેસ્ટ ન રમવાની ઈચ્છા વ્યક્ત કરી હોય, પરંતુ સ્કાય સ્પોર્ટ્સે જણાવ્યું કે માન્ચેસ્ટર ટેસ્ટ નિયત શિડ્યૂલ મુજબ જ રમાશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડ અને ભારતની વચ્ચે શુક્રવારે પાંચમી ટેસ્ટ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રમાશે, કારણ કે ટીમ ઈન્ડિયાના ફિઝિયોથેરાપિસ્ટ સંક્રમિત થયા બાદ કોઈ ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ નથી આવ્યો.

    આ પણ વાંચો, T20 World Cup 2021: પાકિસ્તાન વિરુદ્ધ આ 11 ખેલાડીને ઉતારી શકે છે Virat Kohli

    BCCI પણ માન્ચેસ્ટર ટેસ્ટ નથી રમાડવા માંગતું!

    તેમ છતાં ટીમ ઈન્ડિયાએ BCCIના નિર્દેશ બાદ ગુરુવારે પોતાનું ટ્રેનિંગ સેશન રદ કરી દીધું હતું. બીસીસીઆઇએ માન્ચેસ્ટર મેચને લઈને પોતાના પત્તા નથી ખોલ્યા. બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ મામલે હજુ કંઈ કહી નહીં શકાય.
    Published by:Mrunal Bhojak
    First published: