ભારતીય ટીમ T20 ઈન્ટરનેશનલમાં ફરી ટોપ પર પહોંચી ગઈ છે. (ભારતીય ક્રિકેટ ટીમ ઇન્સ્ટાગ્રામ)
ICC T20I Latest Ranking: જો આઈસીસી દ્વારા પુરૂષ ટીમો માટે જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ રેન્કિંગ પર નજર કરીએ તો ભારતીય ટીમ 270 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ઈંગ્લેન્ડના 265 પોઈન્ટ છે અને તે બીજા નંબર પર છે. આ સિવાય પાકિસ્તાન 261 પોઈન્ટ સાથે ત્રીજા, દક્ષિણ આફ્રિકા 253 પોઈન્ટ સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા 251 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા, ન્યુઝીલેન્ડ 250 પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આજે ટી-20 ઈન્ટરનેશનલ ટીમોની વાર્ષિક રેન્ક જાહેર કરી છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ રેન્કિંગ (ICC T20I raking)માં ભારતીય ટીમ ટી-20માં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. રોહિત શર્મા (Rohit Shrma)ના કેપ્ટન બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ T20 ઈન્ટરનેશનલ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. અગાઉ ગયા વર્ષે સંયુક્ત આરબ અમીરાતમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ રોહિત શર્માની કમાન સંભાળ્યા બાદ ભારતીય ટીમે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જે બાદ ટીમ ઈન્ડિયા ફરી એકવાર ક્રિકેટમાંથી સૌથી ટૂંકા ફોર્મેટમાં ટોચ પર પહોંચવામાં સફળ રહી છે.
જો આઈસીસી દ્વારા પુરૂષ ટીમો માટે જાહેર કરવામાં આવેલ લેટેસ્ટ રેન્કિંગ પર નજર કરીએ તો ભારતીય ટીમ 270 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ઈંગ્લેન્ડના 265 પોઈન્ટ છે અને તે બીજા નંબર પર છે. આ સિવાય પાકિસ્તાન 261 પોઈન્ટ સાથે ત્રીજા, દક્ષિણ આફ્રિકા 253 પોઈન્ટ સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા 251 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા, ન્યુઝીલેન્ડ 250 પોઈન્ટ સાથે છઠ્ઠા, વેસ્ટ ઈન્ડીઝ 240 પોઈન્ટ સાથે સાતમા, બાંગ્લાદેશ 233 પોઈન્ટ સાથે આઠમા, શ્રીલંકા 230 પોઈન્ટ સાથે આઠમા ક્રમે છે. નવમા અને અફઘાનિસ્તાનની ટીમ 226 રેટિંગ પોઈન્ટ સાથે 10મા ક્રમે છે.
રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટી-20 વર્લ્ડ કપ પછી ભારતે ન્યુઝીલેન્ડ સામે 3 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમી છે, જેમાં તેણે 3-0 થી જીત મેળવી છે. આ પછી ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે 3 ટી-20 મેચોની શ્રેણી રમી જેમાં તેમણે 3-0થી જીત મેળવી હતી. ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે શ્રીલંકા સામે ટી-20 શ્રેણી રમી હતી. 3 મેચની આ શ્રેણીમાં ભારતે શ્રીલંકાને 3-0થી હરાવ્યું હતું. આ રીતે ભારતે છેલ્લી ત્રણ ટી-20 શ્રેણીમાં વિરોધી ટીમોનો વ્હાઇટવોશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં સતત 9 ટી-20 ઈન્ટરનેશનલ મેચ જીતી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર