જ્યારે પોર્ટ એલિઝાબેથ પહોંચતા જ ડાન્સ કરવા લાગ્યો હાર્દિક પંડ્યા!

News18 Gujarati
Updated: February 12, 2018, 3:58 PM IST
જ્યારે પોર્ટ એલિઝાબેથ પહોંચતા જ ડાન્સ કરવા લાગ્યો હાર્દિક પંડ્યા!
પોર્ટ એલિઝાબેથમાં ટીમ ઇન્ડિયા માટે જીત મેળવવી સરળ નહીં રહે. કારણ કે અહીં ભારતીય ટીમ ક્યારેય કોઈ મેચ જીતી નથી.

પોર્ટ એલિઝાબેથમાં ટીમ ઇન્ડિયા માટે જીત મેળવવી સરળ નહીં રહે. કારણ કે અહીં ભારતીય ટીમ ક્યારેય કોઈ મેચ જીતી નથી.

  • Share this:
સાઉથ આફ્રિકા સામે વન-ડે શ્રેણીમાં 3-1થી આગળ ચાલી રહેલી ટીમ ઇન્ડિયા રવિવારે પોર્ટ એલિઝાબેથ પહોંચી હતી. ટીમ મંગળવારે (13મી ફેબ્રુઆરી) 5મી વન-ડે મેચ રમશે.

પાર્ટ એલિઝાબેથમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઇન્ડિયા જેવી હોટલ પહોંચી કે, પરંપરાગત રીતે ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓનું ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જોઈને હાર્દિક પંડ્યા ડાન્સ કરતાં કરતાં હોટલમાં પ્રવેશ્યો હતો. ટીમ ઇન્ડિયાના બીજા ખેલાડીઓ પણ સ્વાગતથી ખુશ જણાઈ રહ્યા હતા. બીસીસીઆઈએ આ વીડિયોને પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાનાર આ મેચમાં ટીમ ઇન્ડિયા પાસે પ્રથમ વખત સાઉથ આફ્રિકા પાસેથી શ્રેણી જીતવાનો મોકો હશે. જોકે, જોહાનિસબર્ગમાં ચોથી વન-ડે દરમિયાન પણ ભારતીય ટીમ જીતની ખૂબ નજીક હતી પરંતુ સાઉથ આફ્રિકાના વિકેટકિપર ક્લાસેન અને ડેવિડ મિલરની તોફાની રમતને કારણે ભારતીય ટીમ ઇતિહાસ બનાવી શકી ન હતી.


જોકે, પોર્ટ એલિઝાબેથમાં ટીમ ઇન્ડિયા માટે જીત મેળવવી સરળ નહીં રહે. કારણ કે અહીં ભારતીય ટીમ ક્યારેય કોઈ મેચ જીતી નથી. આ પીચ પર ટીમ ઇન્ડિયાના બેટ્સમેન હંમેશા સંઘર્ષ કરતા નજરે પડ્યા છે. કોઈ પણ ભારતીય બેટ્સમેન સેન્ટ જ્યોર્જ પાર્કમાં સદી નથી ફટકારી શક્યો. પાંચમી વન-ડે જીતવા માટે કોહલી અને ટીમ ફરી એકવાર શ્રેષ્ઠ રમત રમવી પડશે.
First published: February 12, 2018, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading