Home /News /sport /

શું મેલબોર્નમાં 37 વર્ષનો જીતનો દુષ્કાળ ખતમ કરી શકશે વિરાટ સેના?

શું મેલબોર્નમાં 37 વર્ષનો જીતનો દુષ્કાળ ખતમ કરી શકશે વિરાટ સેના?

શું મેલબોર્નમાં 37 વર્ષનો જીતનો દુષ્કાળ ખતમ કરી શકશે વિરાટ સેના?

ભારત મેલબોર્નમાં જાન્યુઆરી 1948થી અત્યાર સુધી 12 મેચ રમ્યું છે. જેમાં બે માં વિજય થયો છે અને બે ડ્રો રહી છે

    ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી શરુ થનાર બોક્સિંગ ડે ટેસ્ટની રાહ બધા જોઈ રહ્યા છે. અત્યાર સુધી ચાર મેચની શ્રેણીમાં બે ટેસ્ટ રમાઈ છે અને બંનેનો 1-1 ટેસ્ટમાં વિજય થયો છે. મેલબોર્નમાં રમાનાર ત્રીજી ટેસ્ટ બંને ટીમો માટે ખાસ છે કારણ કે અહીં જે પણ ટીમ બાજી મારશે તેના ઉપર શ્રેણીમાં પરાજયનો ખતરો ટળી જશે.

    ભારત મેલબોર્નમાં જાન્યુઆરી 1948થી અત્યાર સુધી 12 મેચ રમ્યું છે. જેમાં બે માં વિજય થયો છે અને બે ડ્રો રહી છે. 8 મેચમાં ભારતનો પરાજય થયો છે. જો વાત બોક્સિંગ ડે ટેસ્ટની કરવામાં આવે તો ભારત અહીં 7 મેચ રમ્યું છે. જેમાં 5 માં પરાજય થયો છે અને 2 મેચ ડ્રોમાં પરિણમી છે.

    ભારત માટે પરેશાનીની વાત એ છે કે જ્યારથી આ ઐતિહાસિક મેદાન પર બોક્સિંગ ડે ટેસ્ટ મેચ શરુ થઈ છે ત્યારથી ભારત જીત મેળવી શક્યું નથી. ભારતે 1991, 1999, 2003, 2007 અને 2011માં મેલબોર્નમાં સતત પાંચ ટેસ્ટ ગુમાવી છે. મેલબોર્નમાં અંતિમ બોક્સિંગ ડે મેચ 2014માં રમાઈ હતી, જે ડ્રો માં પરિણમી હતી. આ મહેન્દ્રસિંહ ધોનીની અંતિમ ટેસ્ટ મેચ હતી. આ પછી તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.

    આ પણ વાંચો - YEARENDER 2018: આ વિવાદના કારણે ક્રિકેટ બન્યું કલંકિત

    ભારતે ફેબ્રુઆરી 1981માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાને 59 રને હરાવ્યું હતું. આ મેદાનમાં ભારતનો આ અંતિમ વિજય હતો. ભારતે આ જીત સુનીલ ગાવસ્કરના નેતૃત્વમાં મેળવી હતી. સામે ગ્રેગ ચેપલની ઓસ્ટ્રેલિયન ટીમ હતી. આ પછી બંને ટીમો અહીં સાત વખત ટકરાયા છે. જેમાં ટીમ ઇન્ડિયાનો પાંચમાં પરાજય થયો છે અને બે મેચ ડ્રો રહી છે. ભારત મેલબોર્નમાં જીતનો દુષ્કાળ અટકાવી શકશે તે જોવું રસપ્રદ રહેશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Boxing Day Test, Melbourne, Melbourne test, Team india

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन