વિરાટ કોહલી સામે ‘હારીને’ પણ ધોનીની છાતી ગર્વથી ફુલાઇ જશે!

 • Share this:
  ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાના ટેલેન્ટની અસલી પરીક્ષા થવાની છે. ટીમ ઇન્ડિયા મંગળવારે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટી-20માં ટકરાશે. ટી-20 ફોર્મેટમાં ભારતનો ઇંગ્લેન્ડની ધરતી પર રેકોર્ડ સારો રહ્યો નથી. આ ફોર્મેટમાં ભારત ઇંગ્લેન્ડને ક્યારેય તેની ધરતી પર હરાવી શક્યું નથી. જેથી વિરાટ કોહલી માટે ટી-20માં જીત મેળવી આ સિલસિલો તોડવાની તક છે. ધોનીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા
  ઇંગ્લેન્ડની ધરતી પર ત્રણ ટી-20 મુકાબલા રમ્યું છે અને બધામાં પરાજય થયો હતો. એક મેચ ઇન્ડિયા માન્ચેસ્ટરમાં પણ રમ્યું હતું. જ્યાં ભારતીય ટીમનો 6 વિકેટે પરાજય થયો હતો.

  ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં જ ઇંગ્લેન્ડ સામે જ નહીં અન્ય ટીમો સામે પણ ટી-20 મેચ જીતી શકી નથી. ભારતનો ઇંગ્લેન્ડમાં વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા સામે પણ પરાજય થયો હતો.

  એટલે કે ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી સુકાની વિરાટ કોહલી માટે મોટો પડકાર રહેશે. કારણ કે ધોનીને લિમિટેડ ઓવરમાં ક્રિકેટનો ચાણક્ય માનવામાં આવે છે અને તેની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાને જીત મળી નથી તો સવાલ થાય કે સુકાની વિરાટ કોહલી ઇંગ્લેન્ડમાં જીતનું ખાતું ખોલી શકશે.

  વિરાટ કોહલીની ટીમમાં ટેલેન્ટની ભરમાર છે. આ ટીમ દક્ષિણ આફ્રિકામાં વન-ડે અને ટી-20 શ્રેણી જીતીને આવી છે. ટીમ પાસે શાનદાર બેટ્સમેન અને બોલર છે. એટલે કે જે કામ ઇંગ્લેન્ડમાં ધોની કરી  શક્યો નથી તે વિરાટ કોહલી કરી શકે છે.
  Published by:Ashish Goyal
  First published: