Home /News /sport /IND vs AUS: ભારતીય ટીમ સંકટમાં! કાંગારૂઓનો વળતો પ્રહાર, 16 રને પાડી દીધેલી ત્રણ વિકેટ

IND vs AUS: ભારતીય ટીમ સંકટમાં! કાંગારૂઓનો વળતો પ્રહાર, 16 રને પાડી દીધેલી ત્રણ વિકેટ

starc australian team

IND VS AUS: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વન-ડે મેચમાં આજે ભારતે શરૂઆતમાં જ ત્રણ વિકેટ ગુમાવી દેતા ટીમ સંકટમાં મુકાઇ ગઈ હતી. 39 રને ભારતના ટોપ ઓર્ડરના 4 બેટરો પેવેલિયનભેગા થઈ ગયા હતા.

IND IA VS AUSTRALIA: ભારત અને ઓસ્ટ્રેલિયા  વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની શરૂઆત થઈ ગઈ છે. આ રોમાંચક મેચમાં નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ટીમનું નેતૃત્વ કર્યું હતું.  દેશની આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. આ સાથે ગુજ્જુ બોય હાર્દિક ટીમનો 27 મો વનડે કેપ્ટન બની ગયો હતો. મેચ લો સ્કોરિંગ અને ફાસ્ટ બોલર્સ માટે સ્વર્ગ જેવી સાબિત થઈ હતી.  મુંબઈમાં કેપ્ટન પંડ્યાએ ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અને વિરોધી ટીમને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતુ.

16 રનમાં ગુમાવી ત્રણ વિકેટ

ભારતીય બોલરોએ સારી બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાને 188 રને સીમિત રાખ્યું હતું. પણ પછી ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં કમબેક કરતાં જોરદાર વળતો જવાબ આપ્યો હતો. ભારતની શરૂઆતની ત્રણ વિકેટ માત્ર 16 રને જ પડી ગઈ હતી.

બીજી જ ઓવરમાં ઇશાન કિશન આઉટ

ભારતનો ડાબોડી યુવા ઓપનર ઈશાન કિશન આ મેચમાં સારી શરૂઆત કરી શક્યો નહોતો. માર્કસ સ્ટોઇનિસનીબોલિંગમાં ઇનિંગની બીજી જ ઓવરમાં માત્ર 3 રનના વ્યક્તિગત સ્કોર પર કિશન આઉટ થઈ ગયો હતો.

ત્યાર પછી પાંચમી ઓવરમાં કાંગારૂઓનો સિનિયર ફાસ્ટ બોલર સ્ટાર્ક ત્રાટક્યો હતો. તેણે ઓવરના પાંચમા બોલે વિરાટ કોહલીને લેગ બિફોર વિકેટ આઉટ કર્યો હતો અને ત્યાર પછી છઠ્ઠા બોલે સૂર્યકુમાર યાદવને પણ એ જ રીતે આઉટ કર્યો હતો. જેના કારણે ભારતે માત્ર 16 રન પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

ત્યાર પછી સેટ બેટ્સમેન શુભમન ગિલ પણ સ્ટાર્કની બોલિંગમાં જ કવર પોઈન્ટ પર કેચ આપી બેઠો હતો અને 20 રન બનાવીને પેવેલિયનભેગો થઈ ગયો હતો. અને આ સાથે જ ભારતનો સ્કોર માત્ર 39 રન પર ચાર વિકેટ થઈ ગયો હતો જ્યારે ઓવર માત્ર 10.2 જ થઈ હતી.

કેપ્ટન હાર્દિક પણ ન બચાવી શક્યો 

ભારતીય ટીમની ડૂબતી નાવ કેપ્ટન હાર્દિક બચાવી લેશે એવું લાગતું હતું પણ તેણે પણ પોતાની વિકેટ બચાવી નહોતી અને સ્ટોઇનિસના એક શોર્ટ પિચ બોલને હુક કરવાના પ્રયાસમાં દીપ સ્ક્વેર લેગ પર કેચ આપી બેઠો હતો. આ સાથે જ ફેન્સ પણ ઘણા નિરાશ થયા હતા.

ભારતની બોલિંગ પણ સારી રહી 

શરૂઆતમાં ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. ફાસ્ટ બોલર સિરાજે શરૂઆતમાં જ ઓપનર હેડની વિકેટ ઝડપી હતી. લેફટી બેટ્સમેનો પર તો સિરાજના સ્વિંગ્સ હંમેશા ભારે પડતાં હોય છે. ચાહે તે ડેવિડ વોર્નર હોય કે હેડ. જો કે કાંગારૂ ટીમને ત્યાર પછી ખાસ્સી આશા જાગી હતી કારણ કે સ્મિથ અને માર્શ સારી બેટિંગ કરી રહ્યા હતા. બે બેટ્સમેનો બીજી વિકેટ માટે સેટ થયેલા જોઈને લાગતું હતું કે અહીંથી ઓસી ટીમ મોટો સ્કોર કરશે, પણ પછી કેપ્ટન હાર્દિક પંડ્યાએ વિરોધી કેપ્ટન સ્મિથને પેવેલિયનભેગો કરી દીધો હતો.

લોકેશ રાહુલ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથનો શાનદાર કેચ કેપ્ટન પંડ્યાની બોલિંગમાં જ પકડ્યો હતો જેના કારણે તેણે આ નિર્ણયને સાચો સાબિત કરવાની એક તક પણ ઝડપી લીધી હતી.

આ પણ વાંચો: ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલુ સીરિઝમાં જ કાંગારૂ ક્રિકેટરે લઈ લીધી નિવૃત્તિ, કેપ્ટન હતો ત્યારે સેક્સ ચેટ થઈ હતી લીક

સટીક બોલિંગ

ભારતીય બોલરોએ સટીક બોલિંગ કરી હતી અને લાઇન લેન્થ એવી પરફેક્ટ જાળવી રાખી હતી કે આખરે ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 188 રનના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.



સિનિયર શમીની શાનદાર બોલિંગ

ભારતીય ટીમમાંથી સિનિયર બોલર શમીની બોલિંગ શાનદાર રહી હતી. શમીએ માત્ર 2.8 ની ઇકોનોમીથી રન આપ્યા હતા અને 3 વિકેટ પણ ઝડપી હતી. તેની બોલિંગ એકદમ લાઇન લેન્થમાં રહી હતી અને પ્રેરણા આપે એવી શાનદાર પણ રહી હતી. એ સિવાય સિરાજે પણ પ્રથમ વિકેટ લેવાની સાથે બીજી બે એટ્લે કે કુલ ત્રણ વિકેટો ઝડપી હતી.

ગુજરાતી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે કુલદીપ યાદવ અને કેપ્ટન હાર્દિક પંડ્યાને એક એક વિકેટ મળી હતી.
First published:

Tags: 1st ODI, Cricket Australia, IND vs AUS, India vs australia

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો