વર્લ્ડ કપ પહેલા શ્રેણી હારવી ટીમ ઇન્ડિયા માટે છે ‘લકી’, આવું છે કારણ

News18 Gujarati
Updated: March 15, 2019, 3:44 PM IST
વર્લ્ડ કપ પહેલા શ્રેણી હારવી ટીમ ઇન્ડિયા માટે છે ‘લકી’, આવું છે કારણ
ઓસ્ટ્રેલિયા સામે 3-2થી શ્રેણી પરાજય પછી ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ જીતવાની તક વધી ગઈ છે

ઓસ્ટ્રેલિયા સામે 3-2થી શ્રેણી પરાજય પછી ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ જીતવાની તક વધી ગઈ છે

  • Share this:
ઇંગ્લેન્ડમાં મે-જૂનમાં રમાનાર આઈસીસી વર્લ્ડ કપ માટે ટીમો તૈયારીમાં લાગી ગઈ છે. બધી ટીમો પોતાના સર્વશ્રેષ્ઠ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં લાગી ગઈ છે. ચેમ્પિયન બનવા માટે દાવેદાર રહેલી ભારતીય ટીમે પણ પોતાના 15 ખેલાડીઓ લગભગ ફાઇનલ કરી લીધા છે. જોકે ઓસ્ટ્રેલિયા સામે 3-2થી થયેલા પરાજય ટીમ ઇન્ડિયાને વિચારવા પર મજબૂર કર્યા છે. આ પરાજય ભલે ટીમ ઇન્ડિયાની પોલ ખોલી દીધી હોય પણ વર્લ્ડ કપ પહેલા અંતિમ શ્રેણીમાં મળેલ પરાજય ટીમ ઇન્ડિયા માટે લકી સાબિત થઈ શકે છે. આંકડા પર નજર કરવામાં આવે તો તે આવું જ કહે છે. ઓસ્ટ્રેલિયા સામે 3-2થી શ્રેણી પરાજય પછી ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ જીતવાની તક વધી ગઈ છે. કારણ કે ટીમ ઇન્ડિયા બે વખત વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે તે પહેલા આવી જ રીતે વન-ડે શ્રેણી ગુમાવી હતી.

1983ના વર્લ્ડ કપ પહેલા યોજાયેલી વન-ડે શ્રેણીમાં ભારતનો 2-1થી પરાજય થયો હતો. આ પછી 1983ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા કપિલ દેવની આગેવાનીમાં ચેમ્પિયન બની હતી. 2003ના વર્લ્ડ કપ પહેલા ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં ભારતનો પરાજય થયો હતો. જોકે 2003ના વર્લ્ડ કપમાં ભારતે શાનદાર દેખાવ કરતા સતત 8 મેચ જીતી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જોકે ફાઇનલમાં ટીમનો પરાજય થયો હતો.

આ પણ વાંચો - આ છે ટીમ ઇન્ડિયાના 15 ખેલાડી, જેમનું વર્લ્ડ કપમાં સ્થાન નિશ્ચિત છે!

2011ના વર્લ્ડ કપ પહેલા પણ આવી જ ઘટના બની હતી. ભારતીય ટીમે 2011ના વર્લ્ડ કપ પહેલા 3-2થી શ્રેણી ગુમાવી હતી. આ પછી 2011ના વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયા ધોનીની કેપ્ટનશિપનમાં 28 વર્ષ પછી વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું. હવે આ વખતે પણ વર્લ્ડ કપ પહેલા ટીમનો શ્રેણીમાં પરાજય થયો છે. એટલે સંભવ છે કે આ શ્રેણી પરાજય વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયા માટે લકી સાબિત થાય.
First published: March 15, 2019, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading