Home /News /sport /ટીમ ઇન્ડિયા રોમાંચક મેચમાં હારી, શ્રીલંકાએ બીજી T20 મેચ 16 રને જીતી

ટીમ ઇન્ડિયા રોમાંચક મેચમાં હારી, શ્રીલંકાએ બીજી T20 મેચ 16 રને જીતી

શ્રીલંકા સામે ઈન્ડિયાની હાર

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ જીતી લીધી છે.

    દિલ્હી : આજે ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સીરીઝની બીજી મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ મેચ જીત્યા બાદ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે અને હવે તેની નજર લીડ પર હશે. બંને ટીમો વચ્ચે આજે પુણેના એમસીએ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ભારત સામે 207 રનનો લક્ષ્યાંક આપ્યો છે. શ્રીલંકા તરફથી દાસુન શનાકા અને કુસલ મેન્ડિસે અડધી સદી ફટકારી હતી.

    શ્રીલંકા 16 રને જીત્યું

    શ્રીલંકાએ એક રોમાંચક મેચમાં ભારતને 16 રને હરાવી ત્રણ મેચની T20I શ્રેણી 1-1થી બરાબર કરી લીધી. પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં શ્રીલંકાની ટીમે સફળતાપૂર્વક 206 રનનો બચાવ કર્યો અને ભારતીય ટીમને 190ના સ્કોર સુધી રોકી દીધી. શ્રીલંકા તરફથી દાસુન શનાકાએ સૌથી વધુ 56 રન બનાવ્યા અને 22 બોલમાં અણનમ રહ્યો. તેના સિવાય કુસલ મેન્ડિસે પણ 31 બોલમાં 52 રન બનાવ્યા હતા.

    ટોપ-મિડલ ઓર્ડરની નિષ્ફળતા

    ઇશાન કિશન અને શુભમન ગીલને બીજી જ ઓવરમાં કસુન રાજિતાએ આઉટ કર્યા હતા જ્યારે ડેબ્યૂ કરી રહેલા રાહુલ ત્રિપાઠીને દિલશાન મધુશંકા અને કેપ્ટન હાર્દિક પંડ્યાની ચમિકા કરુણારત્નેએ આઉટ કર્યા હતા. છેલ્લી મેચમાં સ્ટાર બનેલા દીપક હુડ્ડા પણ લાંબો સમય ટકી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, જવાબદારી સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલ પર આવી ગઈ. બંને બેટ્સમેન સારા ફોર્મમાં હતા અને તેઓએ તે જ બતાવ્યું.

    અક્ષર-સૂર્યાનું બેટ ન ચાલ્યું 

    ડાબોડી બેટ્સમેન અક્ષરે શ્રીલંકાના સ્ટાર સ્પિનર ​​વાનિન્દુ હસરંગાને ખાસ નિશાન બનાવ્યો હતો. 14મી ઓવરમાં અક્ષરે પ્રથમ 3 બોલમાં સિક્સરની હેટ્રિક ફટકારી હતી અને ત્યારબાદ સૂર્યાએ પણ આ ઓવરમાં ચોથો સિક્સ ફટકારીને 26 રન બનાવીને ભારતને પુનરાગમન કરાવ્યું હતું. અક્ષરે માત્ર 20 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે સૂર્યાએ પણ 33 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. બંને વચ્ચે 91 રનની ધમાકેદાર ઇનિંગ જોવા મળી હતી. ત્યારબાદ 16મી ઓવરમાં સૂર્યાની વિકેટ પડી, જેણે ભારતની જીતની તક છીનવી લીધી.

    જોકે, અંતે શિવમ માવીએ સતત ત્રણ બાઉન્ડ્રી ફટકારીને ભારતને ટાર્ગેટની નજીક લઈ લીધું હતું, પરંતુ છેલ્લી ઓવરમાં 21 રન ટીમ ઈન્ડિયા માટે ઘણા વધારે સાબિત થયા હતા. અક્ષર પટેલને દાસુન શંકાએ આઉટ કરતા જ બાકીની આશાઓ પણ ખતમ થઈ ગઈ.

    આ પણ વાંચો : રાહુલ દ્રવિડ પણ ના પારખી શક્યો આ 'કોહિનૂર', ને, કોચની સલાહ બાદ બદલાઈ ગયુ ભાગ્ય

    અર્શદીપની નબળી બોલિંગ

    આ પહેલા ભારતીય કેપ્ટન હાર્દિકે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા કારણ કે આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમોએ વધુ મેચ જીતી છે. ટૂંક સમયમાં જ તેનો નિર્ણય ખોટો સાબિત થયો, જ્યારે શ્રીલંકાના ઓપનરોએ 8 ઓવરમાં 80 રન ઉમેર્યા. આમાં બીજી ઓવર સૌથી ખરાબ હતી, જેમાં અર્શદીપ સિંહે નો-બોલની હેટ્રિક ફટકારી હતી.
    Published by:Sachin Solanki
    First published:

    Tags: Cricket Score, IND VS SL, Indian cricket news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन