વિરાટ બ્રિગેડ ઈતિહાસ રચવાથી માત્ર એક સ્ટેપ દૂર, થશે ખરાખરીનો જંગ

 • Share this:
  ટેસ્ટ સિરીઝમાં હાર, પરંતુ વનડે સિરીઝમાં જીતનો પ્રહાર કર્યો, હવે તે જોવાનું રહેશે કે, વિરાટ બ્રિગેડ ટી-20 સિરીઝ પર કબ્જો કરી શકે છે કે નહી. આ તે પ્રશ્ન છે, જેનો જવાબ શનિવારે જ મળી શકે છે. કેમ કે, આ દિવસે ટીમ ઈન્ડિયા અંતિમ અને નિર્ણાયક ટી-20 મેચમાં સાઉથ આફ્રિકામાં ભીડશે. કાલે કેપટાઉનમાં થનાર મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગે શરૂ થશે. આ મેચ ખુબ જ રોમાંચક થશે કેમ કે હાલમાં મેચ 1-1ની બરાબરી પર છે.

  ટીમ ઈન્ડિયાની બેટિંગ પર રહેશે નજર

  ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન હાલમાં સારા ફોર્મમાં છે. વિરાટ કોહલી, શિખર ધવન બાદ મનીષ પાંડે અને એમ એસ ધોનીએ પણ શાનદાર પ્રદર્શન કર્યો છે. બોલિંગ લાઈન ટીમ ઈન્ડિયા માટે જરૂર ચિંતાનો વિષય બની શકે છે. જોકે, તે પણ હકિકત છે કે, ટીમ ઈન્ડિયા બીજી ટી-20માં પોતાની આખી બોલિંગ યૂનિટ સાથે ઉતરી નહતી. તે મેચમાં જસપ્રિત બૂમરાહને આરામ આપ્યો હતો. ત્રીજી ટી-20 માટે ટીમ ઈન્ડિયા જસપ્રિત બૂમરાહને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે અને સાથે જ કૂલદીપ યાદવને આ મેચમાં તક મળી શકે છે.

  સાઉથ આફ્રિદાની બેટિંગમાં દમ

  વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાના સ્પિનર્સ સામે પાણીમાં બેસી જનાર સાઉથ આફ્રિકન ટીમે બીજી ટી-20માં ગજબની રમત બતાવી. ખાસ કરીને તેમના બેટ્સમેન હેનરિચ ક્લાસેએ લેગ સ્પિનર યૂઝવેન્દ્ર ચહલની ધોલાઈ કરીને પોતાની ટીમને મેચ જીતાડી હતી. કેપ્ટન જેપી ડૂમિનીએ પણ કેપ્ટન ઈનિંગ રમી હતી. બોલિંગની વાત કરીએ તો ફાસ્ટ બોલર જૂનિયર ડાલાએ પોતાની ખાસ અસર છોડી છે. તે ઉપરાંત તબરેજ શમ્સીએ પણ સારી બોલિંગ કરી છે.

  કેપટાઉનની પિચ અને રેકોર્ડ

  કેપટાઉનની પિચની વાત કરીએ તો બેટ્સમેનો માટે સારી છે. વનડે સિરીઝમાં વિરાટ કોહલીએ પણ અહી શતક ફટકારી છે. જોકે, શરૂઆતની ઓવર્સમાં આ પિચ ફાસ્ટ બોલર્સને મદદ આપી શકે છે. રેકોર્ડની વાત કરીએ તો સાઉથ આફ્રિકાનું પ્રદર્શન આ પિચ પર ખરાબ રહ્યું છે. અહી આફ્રિકાએ 8માંથી પાંચ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ટીમ ઈન્ડિયા પ્રથમ વખત અહી કોઈ ટી-20 મેચ રમવા માટે જઈ રહી છે.

  આમ તમને જણાવી દઈએ કે, ઈન્ડિયા પ્રથમ વખત આફ્રિકાની સરજમીન પર ટી-20 સિરીઝ રમી રહી છે. આમ જો તે આ મેચ જીતી જાય છે, તો આ કારનામું કરનાર ચોથી ટીમ બની જશે. આ પહેલા ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાએ સાઉથ આફ્રિકાની ધરતી પર ટી-20 સિરીઝમાં માત આપી છે.

  ટીમો

  વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકિપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, મનીષ પાંડે. અક્ષર પટેલ, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બૂમરાહ, જયદેવ ઉનાદકટ, શાર્દૂલ ઠાકૂર

  સાઉથ આફ્રિકા: જેપી ડૂમિની (કેપ્ટન), ફરહાન બેહારદીન, જૂનિયર ડાલા, રિઝા હેંડ્રિક્સ, ક્રિસ્ટિયન જોંકર, હેનરિક ક્લાસેન (વિકેટકિપર), ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, ડેન પિટરસન, એરોન ફંગિસો, એન્દિલે ફેહુલકવાયો, તબરેજ શમ્સી, જોન-જોન સ્ટમ્સ
  Published by:Mujahid Tunvar
  First published: