હવે ન્યૂઝીલેન્ડને હરાવવાનું લક્ષ્યાંક, આવો છે ભારતીય ટીમનો કાર્યક્રમ

ભારતે શરુઆતની બંને મેચમાં વિજય મેળવી વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરુઆત કરી છે

News18 Gujarati
Updated: June 10, 2019, 5:27 PM IST
હવે ન્યૂઝીલેન્ડને હરાવવાનું લક્ષ્યાંક, આવો છે ભારતીય ટીમનો કાર્યક્રમ
ભારતે શરુઆતની બંને મેચમાં વિજય મેળવી વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરુઆત કરી છે
News18 Gujarati
Updated: June 10, 2019, 5:27 PM IST
ભારતે શરુઆતની બંને મેચમાં વિજય મેળવી વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરુઆત કરી છે. ભારતે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે વિજય મેળવ્યો હતો. જ્યારે બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને પછાડ્યું હતું. ભારત હવે 13 જૂનના રોજ ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ન્યૂઝીલેન્ડે ત્રણેય મેચમાં જીત મેળવી છે, જેથી ભારત સામેનો મુકાબલો રોમાંચક બની રહે તેવી સંભાવના છે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે રમાશે.

ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, ધોની અને હાર્દિક પંડ્યાએ બેટિંગમાં જલવો બતાવ્યો હતો. ભારતના બધા જ બેટ્સમેનો ફોર્મમાં હોવાના કારણે ભારતને વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.આ પણ વાંચો - આ છે યુવરાજની 5 બેસ્ટ ઇનિંગ્સ, જેના કારણે બન્યો ચેમ્પિયન ખેલાડી

16 જૂને પાકિસ્તાન સામે મુકાબલો
વર્લ્ડ કપ 2019માં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 16 જૂને રમાશે. ભારત વર્લ્ડ કપમાં ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી અને આ વિજયકૂચ જાળવી રાખવા ભારત આતુર છે.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...