ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં ધમાકેદાર શરુઆત કરીને સાબિત કરી બતાવ્યું છે કે તે આ ટૂર્નામેન્ટ જીતવા માટે કેમ ફેવરિટ છે. ભારતે 4 મેચમાં 3 જીત મેળવી છે અને 1 મેચ રદ થઈ છે. ભારત હજુ સુધી વર્લ્ડ કપમાં એકપણ મેચ હાર્યું નથી. ભારત હવે 22 જૂનના રોજ અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે રમાશે.
ભારતે સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકા સામે વિજય મેળવી ટૂર્નામેન્ટમાં શાનદાર શરુઆત કરી હતી. આ પછી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન જેવી ટીમોને હરાવી પોતાનો દબદબો બનાવ્યો છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
ભારતના બેટ્સમેન રોહિત શર્મા, કેપ્ટન વિરાટ કોહલી, લોકેશ રાહુલ, હાર્દિક પંડ્યા શાનદાર લયમાં છે. બીજી તરફ બોલિંગમાં પણ જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ ફોર્મમાં છે.
30 જૂને ઇંગ્લેન્ડ સામે મુકાબલો
પાકિસ્તાન પછી ભારતનો હવે સૌથી મોટો મુકાબલો યજમાન ઇંગ્લેન્ડ સામે થશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 30 જૂનના રોજ મેચ રમાશે. બંને ટીમો શાનદાર ફોર્મમા છે અને ટાઇટલ માટેની દાવેદાર છે. જેથી આ મુકાબલાની પ્રશંસકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર