Home /News /sport /

1971ની જીતના 50 વર્ષ થવા પર શાનદાર ઉજવણી કરવાની જરૂર, ત્યારે વિન્ડીઝ-ઇંગ્લેન્ડને પ્રથમ વખત હરાવ્યા હતા

1971ની જીતના 50 વર્ષ થવા પર શાનદાર ઉજવણી કરવાની જરૂર, ત્યારે વિન્ડીઝ-ઇંગ્લેન્ડને પ્રથમ વખત હરાવ્યા હતા

ગાવસ્કરના ભારતીય ટીમમાં આગમનને 50 વર્ષ પૂર્ણ થતા બીસીસીઆઈ દ્વારા અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, 1971ના ઉનાળાની સિઝનમાં અજિત વાડેકરના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામે મેળવેલી જીત આજે પણ લોકો યાદ કરી રહ્યા છે

ગાવસ્કરના ભારતીય ટીમમાં આગમનને 50 વર્ષ પૂર્ણ થતા બીસીસીઆઈ દ્વારા અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, 1971ના ઉનાળાની સિઝનમાં અજિત વાડેકરના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામે મેળવેલી જીત આજે પણ લોકો યાદ કરી રહ્યા છે

વધુ જુઓ ...
  અયાઝ મેમણ

  નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ માટે છેલ્લા 4થી 5 મહિના ખૂબ અનુકૂળ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતે વિક્રમી જીત મેળવી છે. આ સફળતા બાદ ભારતે 1971માં મેળવેલા જ્વલંત વિજયને પણ લોકો વાગોળી રહ્યા છે. 1971ના ઉનાળાની સિઝનમાં અજિત વાડેકરના નેતૃત્વમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામે મેળવેલી જીત આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. 1971 પહેલા ભારત વિન્ડિઝ સામે એક ટેસ્ટ મેચ જીતી શક્યું ન હતું. આ વાતને આજે 50 વર્ષ થઈ ગયા. હાલના યુવા ક્રિકેટરોનો તો તે સમયે જન્મ પણ થયો ન હતો. અત્યારે આપણે લાઈવ મેચ નિહાળી શકીએ છીએ, પળેપળની વિગતો મેળવી શકીએ છીએ. પરંતુ 1971ના સમયગાળામાં માત્ર બે જ માધ્યમો હતા. એક રેડિયો અને બીજુ સમાચારપત્ર. ટેલિવિઝન તો હજુ કલ્પના બહારની વાત હતી.

  જે લોકો ક્રિકેટના શોખીન હતા, તેમના માટે ન્યૂઝપેપર હાથવગું માધ્યમ હતું. પરંતુ સ્કોર જાણવા દર 24 કલાકનો સમય ખૂબ રોમાંચિત રહેતો હતો. વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ સાથે રમાયેલી તે શ્રેણીમાં ટોની કોઝીએર અને જ્હોન અરલોટનો કર્ણપ્રિય અવાજ અને મેદાનમાં રમતી રમતનું આબેહુબ વર્ણન કરવાની આવડત લોકો માટે સંજયદ્રષ્ટિનું કામ કરતી હતી.

  તે સમયે વિવાદો પણ એવા વકર્યા હતા. વિજય મર્ચન્ટ દ્વારા મન્સુર અલી પટૌડીને કપ્તાન પદેથી હટાવવા માટે થયેલા પ્રયાસો પણ સામે આવ્યા હતા. પટૌડી તે સમયે ખૂબ લોકપ્રિય ખેલાડી હતા. જોકે, ઘરેલુ ક્રિકેટમાં વાડેકર બોમ્બે માટે વિશિષ્ટ રેકોર્ડ ધરાવતા હતા. તેઓ 1966થી ભારત તરફથી રમતા હતા. વાડેકરનો અનુભવ અને યુવાનો ખેલાડીઓના મિશ્રણથી ટીમનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો હતો.

  વિશ્વનાથ, અશોક માંકડ અને એકનાથ સોલકર જેવા યુવા ખેલાડીઓની પસંદગી તો છેક 1969માં થઇ ગઈ હતી. 1970-71ના સમયમાં ટીમમાં યુવા લોહી એટલે કે સુનિલ ગાવસ્કરની એન્ટ્રી થઈ. ગાવસ્કરનો રેકોર્ડ શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં ખૂબ સારો હતો. જેથી તેમની પસંદગી ટીમમાં થઈ હતી. 1971ની ભવ્ય જીત આગોતરા આયોજન અને કલ્પનાના કારણે શક્ય બની હતી.

  ગાવસ્કરને નાની ઉંમરે જ સફળતાનો સ્વાદ મળ્યો હતો. પ્રથમ શ્રેણીમાં તેમણે 774 રન બનાવી દીધા હતા. આ રનથી તેમણે ઇતિહાસ રચી દીધો હતો. 16 વર્ષની કારકિર્દીમાં ગાવસ્કરે 10,000 રન બનાવ્યા હતા. આ રેકોર્ડ સર્જનાર તેઓ પ્રથમ ખેલાડી હતા. ગાવસ્કરે ડોન બ્રડમેનની 29 સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ગાવસ્કર તે સમયના શ્રેષ્ઠ ઓપનિંગ બેટ્સમેન પૈકીના એક હતા. તેઓ ભારત માટે રન મશીન હતા. તેમની પ્રેરણાના કારણે ટીમને ખૂબ સારા પ્લેયર પણ મળ્યા છે. ગાવસ્કરના ભારતીય ટીમમાં આગમનને 50 વર્ષ પૂર્ણ થતા બીસીસીઆઈ દ્વારા અમદાવાદ ખાતેની ચોથી ટેસ્ટમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

  ગાવસ્કરથી સચિન અને સચિનથી કોહલી સુધી બેટિંગમાં ભારતને સારા ખેલાડીઓ મળ્યા છે. ગાવસ્કર જેટલી પ્રસિદ્ધિ યુવા ખેલાડીઓને મળવા લાગી છે. આ માટે બીસીસીઆઈએ અઢળક નાણાં ખર્ચ્યા છે. પ્રાઈવેટ મીડિયા, ફૂટેજમાં છબી બનાવવા પ્રયાસ કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝ સામે 1971ની જીત સાથે ગાવસ્કરનો વ્યક્તિગત રોકોર્ડ પણ જોડાઈ ગયો છે. જે દાયકાઓ બાદ પણ લોકોને યાદ છે. તેમનું આ યોગદાન સ્વીકૃત બન્યું છે.

  સલીમ દુરાનીએ આ સિરીઝમાં ગાવસ્કરની જેમ જ પ્રદર્શન દાખવ્યું હતું. પરંતુ તેનો વ્યક્તિગત રેકોર્ડ ગાવસ્કર જેટલો ફેમસ નથી. તેમણે ક્લાઇવ લોઇડ અને ગારફિલ્ડ સોબર્સને નિયંત્રણમાં રાખ્યા હતા, જે માત્ર તે મેચ માટે જ નહીં આખી શ્રેણી માટે ભારત તરફી વાતાવરણ બનાવવામાં મદદગાર રહ્યા હતા.

  આવી જ રીતે દિલીપ સરદેસાઈના 642 રન વગર વેસ્ટ ઇન્ડીઝ સામેની 1971ની મેચ જીતવી અશક્ય હતી. આ શ્રેણીમાં એકનાથ સોલકરની બેટિંગ અને બિશન બેદી, વેંકટરાઘવનની બોલિંગે રંગ રાખ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: England, India vs england, Sunil gavaskar, Team india, West indies, ક્રિકેટ ન્યૂઝ, બીસીસીઆઇ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन