Home /News /sport /ઇંગ્લેન્ડમાં હાર્યા પછી હવે કોચ રવિ શાસ્ત્રીને સતાવી રહી છે આ વસ્તુ

ઇંગ્લેન્ડમાં હાર્યા પછી હવે કોચ રવિ શાસ્ત્રીને સતાવી રહી છે આ વસ્તુ

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રી

ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતની આ હાર બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ માંગણી કરી છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ભારતને વધારે પ્રેક્ટિસ મેચ રમવા મલે.

ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં ભારત 1-4થી હાર્યું હતું. ભારતીની આ હાર બાદ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ માંગણી કરી છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ભારતને વધારે પ્રેક્ટિસ મેચ રમવા માળે. ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાએ કાઉન્ટી ટીમ એસેક્સ સામે માત્ર એક જ પ્રેક્ટિસ મેચ રમી હતી. પ્રેક્ટિસ મેચનો સમય ચાર દિવસથી ઘટાડીને ત્રણ દિવસ કર્યો છે.

ઇએસપીએન ક્રિક ઇન્ફો સાથે વાત કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલા અમને વધારે સમય પ્રેક્ટિસ મેચનું આયોજન કરવું પડશે. જેના માટે બોર્ડને વિનંતી કરી છે. પરંતુ રસપ્રદ બાબત એ છે કે તેમની વિનંતી એક પ્રશ્ન છે"

ભારતીય ટીમ 21 નવેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચોની ટી-20 શ્રેણીથી ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત કરશે. તેના 10 દિવસ બાદ ટેસ્ટ મેચ રમશે.

શાત્રીએ કહ્યું હતું કે, "ટેસ્ટ શ્રેણી શરુ થયા પહેલા ત્રણ કે ચાર દિવસીય મેચ રમવા માંગે છે. પરંતુ શું તમારી પાસે સમય છે? ઉદાહરણ તરીકે ટેસ્ટ શ્રેણી પહેલા અહીં ટી-20 સીરિઝ રમવાની છે. ટેસ્ટ મેચ શરૂ થયા પહેલા 10 દિવસનું અંતર છે. કેટલીક વસ્તુઓ છે જેને પહેલાથી જ મંજૂરી મળી ગઇ છે. જે અમારા નિયંત્રણમાં નથી."

આ પહેલા સાઉથ આફ્રીકા પ્રવાસ દરમિયાન પણ ભારતને પ્રેક્ટિસ મેચ રમવાની તક મળી ન્હોતી. જેના પગલે ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમને વહેલા મોકલવામાં આવી પરતુ પ્રેક્ટિસ મેચનું આયોજન ન કરી શક્યા. હવે જોવાનું રહેશે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન શાસ્ત્રીની આ માંગણી ઉપર બીસીસીઆઈ શું વલણ અપનાવે છે.
First published:

Tags: Australia tour, રવિ શાસ્ત્રી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો