Home /News /sport /ICC T20 વર્લ્ડ કપની ટીમ પર ભડક્યા કોંગ્રેસના મુસ્લિમ નેતા, કહ્યુ- 'ક્રિકેટ જોવાનું જ બંધ!'

ICC T20 વર્લ્ડ કપની ટીમ પર ભડક્યા કોંગ્રેસના મુસ્લિમ નેતા, કહ્યુ- 'ક્રિકેટ જોવાનું જ બંધ!'

ટીમ ઇન્ડિયા

T20 World Cup: આઇસીસીએ તારીખ 16મી ઓક્ટોબરથી શરુ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. જે મામલે કૉંગ્રેસ નેતા તૌસિફ આલમે ફેસબુક પર લખ્યું છે કે, 'જ્યાં સુધી ભારતીય ટીમમાં નિષ્પક્ષ પસંદગી ન થાય ત્યાં સુધી હું ક્રિકેટ નહીં જોઉં.'

વધુ જુઓ ...
નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કિશનગંજ જિલ્લાના બહાદુરગંજ વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય તૌસીફ આલમે (Former Congress MLA Tauseef Alam) ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ (Team India for T20 World Cup)ની પસંદગીને એક અલગ જ એંગલ આપ્યો છે. તેણે પસંદગીકારો સામે નારાજગી વ્યક્ત કરી છે અને ટીમની પસંદગી અંગે સવાલો ઉઠાવ્યા છે. તૌસિફ આલમે ફેસબુક પર લખ્યું કે, જ્યાં સુધી ભારતીય ટીમમાં નિષ્પક્ષ પસંદગી ન થાય ત્યાં સુધી હું ક્રિકેટ નહીં જોઉં. તેમણે લખ્યું કે, સોમવારે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવી હતી. પસંદગીકારોના આ નિર્ણયથી મને આશ્ચર્ય થયું છે. તે આગળ લખે છે કે, શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેસાડીને નવાઈ લાગી હતી. તેમણે લખ્યું કે, સોમવારે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરવામાં આવી હતી. પસંદગીકારોના આ નિર્ણયથી મને આશ્ચર્ય થયું છે. તેણે આગળ લખ્યું છે કે, શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેસાડી દેતા નવાઈ લાગી હતી.

‘હું નહીં જોઉં ક્રિકેટ’


તેણે ફેસબુક પોસ્ટમાં લખ્યું, 'ક્રિકેટની દુનિયામાં જ્યાં સુધી ભારતીય ટીમમાં નિષ્પક્ષ પસંદગી નહીં થાય, ત્યાં સુધી હું ક્રિકેટ નહીં જોઉં. મને આજે 20-20 વર્લ્ડ કપના પસંદગીકારોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. મોહમ્મદ શમી, સિરાજ, ખલીલ જેવા ખેલાડીઓને બેઠેલા જોઈને ચોંકી ગયો હતો. આ ફેસબુક પોસ્ટને ત્રણ કલાકમાં 250થી વધુ કોમેન્ટ્સ અને 1200થી વધુ લાઇક્સ મળી છે. પોસ્ટની કમેન્ટ્સમાં લગભગ તમામ કમેન્ટ્સ પોસ્ટને સમર્થન આપતા જોવા મળે છે.

આ પહેલા પણ તેમણે સ્વર કોકિલા ભારત રત્ન સ્વર્ગીય લતા મંગેશકરના નિધનને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, 'લતા મંગેશકર મુસ્લિમ બની ગયા હતા'. આ પોસ્ટ પર પણ ઘણો વિવાદ થયો હતો. તે પોસ્ટ વિવાદમાં આવ્યા બાદ તેમણે ઉક્ત ફેસબુક પોસ્ટને ફેક ગણાવી હતી.


ટીમની પસંદગી પર ઉઠાવ્યા સવાલ


નવભારત ટાઈમ્સ સાથે વાત કરતા તૌસીફ આલમે કહ્યું કે, ખોટી પસંદગી થઇ છે. શમી, સિરાજ અને ખલીલની સાથે સાથે અન્ય ઘણા ખેલાડીઓ એવા પણ છે કે, જેઓ ભારતની ટીમમાં હોવા જોઈતા હતા. આપણે એશિયા કપની હારમાંથી શીખવું જોઈએ. કારણ કે ટી-20 વર્લ્ડ કપ છે અને ભારતની લડાઈ દુનિયા સાથે છે. જો ભારતીય ટીમ હારે તો આપણે પણ હારી જઈએ છીએ. મને લાગ્યું કે ત્યાં ખોટી પસંદગી છે, તેના પર વિચાર કરવો જોઇએ.


કોણ-કોણ સામેલ છે ટીમમાં


નોંધનીય છે કે, આઇસીસીએ તારીખ 16મી ઓક્ટોબરથી શરુ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટી-20 વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયા આ પ્રમાણે છે. રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર અશ્વિન, યુસ્વેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ. વધારાના ખેલાડીઓ: મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઇ, દીપક ચહર.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: ICC T20 World Cup, આઇસીસી, ક્રિકેટ, બીસીસીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन