Home /News /sport /

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ સ્ટાર ગુજરાતી ખેલાડી ટીમમાંથી OUT

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, આ સ્ટાર ગુજરાતી ખેલાડી ટીમમાંથી OUT

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

વિરાટ કોહલી અને કેએલ રાહુલની વાપસી થઇ છે. જ્યારે બુમરાહને ઇજાને લીધે આરામ આપવામાં આવ્યો છે.

    દિલ્હી: એશિયા કપ 2022 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મુંબઇમાં મળેલી પસંદગી સમિતિની બેઠક બાદ આજે 15 ખેલાડીઓની ટીમ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની વાપસી થઇ છે. જ્યારે બુમરાહને ઇજાને લીધે આરામ આપવામાં આવ્યો છે.

    નોંધનીય છે કે, જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતા. તેઓ હાલમાં બેંગલુરુમાં NCA ખાતે પુનર્વસન હેઠળ છે. ત્રણ ખેલાડીઓ શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યા છે.



    ટીમ ઇન્ડિયાની જાહેરાત

    રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીસી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર અશ્વિન, વાય ચહલ, આર બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર , અર્શદીપ સિંહ, અવેશ ખાન.

    ઉલ્લેખનીય છે કે, એશિયા કપ ટી20 ટુર્નામેન્ટ આગામી 27 ઓગસ્ટથી યુએઇની મેજબાની હેઠળ રમાશે. અગાઉ આ ટુર્નામેન્ટ શ્રીલંકામાં રમાવવાની હતી, પરંતુ ખરાબ આર્થિક સ્થિતિને લીધે તેને યુએઇમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરમાં રમાશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Asia Cup, Cricket News Gujarati, Jasprit bumrah, Team india

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन