ઘરેલું હિંસા મુદ્દે મોહમ્મદ શમીને કોલકાત્તા પોલીસનું સમન્સ

News18 Gujarati
Updated: April 17, 2018, 5:33 PM IST
ઘરેલું હિંસા મુદ્દે મોહમ્મદ શમીને કોલકાત્તા પોલીસનું સમન્સ
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ઘરેલું હિંસાના આરોપમાં કોલકત્તા પોલીસે સમન્સ બજાવ્યું છે.

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ઘરેલું હિંસાના આરોપમાં કોલકત્તા પોલીસે સમન્સ બજાવ્યું છે.

  • Share this:
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ઘરેલું હિંસાના આરોપમાં કોલકત્તા પોલીસે સમન્સ બજાવ્યું છે. મોહમ્મદ શમીને બે વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. મોહમ્મદ શમી સામે ઘરેલું હિંસા અને ભરણપોષણનો કેસ દાખલ છે.

ઉલ્લેખનીય છેકે, કેટલાક દિવસો પહેલા શમીના ફેસબુક ચેટના સ્કીન શોટ સોશિયલ મીડિયા ઉપર શેર થયા હતા. ત્યારબાદ ક્રિકેટર શમીએ એક ભાવુક પોસ્ટ લખી હતી. તેમનું કહેવું હતું કે, કોઇ તેમના પરિવારનો તોડવા ઇચ્છે છે. આ સંબંધમાં શમીની પત્ની હસીન જહાંએ પશ્વિમ બંગાલના મખ્ય મંત્રી મમતા બેનરજી સાથે પણ મુલાકાત કરીને મદદ માંગી હતી.

શું છે આખી ઘટના

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ શમી ઉપર આરોપ લગાવ્યો છે કે, તેના પતિ એટલે કે શમીને બીજી મહિલાઓ સાથે આડાસંબંધો છે. જેના પગલે શમી તેને જાનથી મારવાની ધમકી આપતો હતો. હસીન જહાંએ આરોપ લગાવ્યો હતો કે, શમીના ઘરવાળા તેને ઝેર આપીને મારવાની કોશિશ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં પોતાના ઘરે લઇ જઇને શમી અને તેના પરિવારના લોકો તેની સાથે ધક્કામુક્કી કરતા હતા. મિલાવટ કરીને ખાવાનું આપતા હતા. બે ત્રણ દિવસ સુધી હું પથારીમાંથી ઊભી પણ થઇ ન્હોતી શકતી. શમી પોતાના મોટા ભાઇને કહેતો હતો કે, તે મને મારીને જંગલમાં ફેંકી દે. હસીન જહાંનું કહેવું છે કે, શમી લગ્ન પછી બદલાઇ ગયો છે. લગ્ન પછી તેને હેરાન કરવા લાગ્યો હતો. મને સંતાડીને રાખતો હતો. મીડિયા સાથે વાતચીત કરવાની ના પાડતો હતો.
First published: April 17, 2018, 5:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading