ઇંગ્લેન્ડ સામે ‘હારવાની પ્રેક્ટિસ’કરી રહી છે ટીમ ઇન્ડિયા, ફરી કરી રહી છે ‘મોટી ભૂલ’

News18 Gujarati
Updated: August 26, 2018, 3:44 PM IST
ઇંગ્લેન્ડ સામે ‘હારવાની પ્રેક્ટિસ’કરી રહી છે ટીમ ઇન્ડિયા, ફરી કરી રહી છે ‘મોટી ભૂલ’
હવે જોઈએ 30 ઓગસ્ટથી શરૂ થતી ચોથી ટેસ્ટમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે

લોકેશ રાહુલ, ઉમેશ યાદવ સહિત ઘણા ખેલાડી ફુટબોલ ક્લબના સ્ટાર્સ સાથે મુલાકાત કરી રહ્યા છે. ટીમના ઓપનર રાહુલે પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર ફ્રાન્સના વર્લ્ડ ચેમ્પિયન ફુટબોલર કાંટેની સાથે ફોટો શેર કર્યો

  • Share this:
આરામ કરો...પ્રેક્ટિસ ઓછી કરો....આ છે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીની સફળતાની ફોર્મ્યુલા છે. રવિ શાસ્ત્રી હંમેશા ખેલાડીઓને દબાણથી દૂર રાખવા માટે આરામની સલાહ આપે છે, રમતથી દૂર રહેવાની સલાહ આપે છે અને ટીમ ઇન્ડિયાના ખેલાડી આવું જ કરી રહ્યા છે. ટ્રેન્ટબ્રિજમાં ત્રીજી ટેસ્ટ જીત્યા પછી ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ કરી રહી નથી. ટીમના ઘણા ખેલાડી ઇંગ્લેન્ડમાં ફરી રહ્યા છે.

લોકેશ રાહુલ, ઉમેશ યાદવ સહિત ઘણા ખેલાડી ફુટબોલ ક્લબના સ્ટાર્સ સાથે મુલાકાત કરી રહ્યા છે. ટીમના ઓપનર રાહુલે પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર ફ્રાન્સના વર્લ્ડ ચેમ્પિયન ફુટબોલર કાંટેની સાથે ફોટો શેર કર્યો છે. ટીમના કેટલાક ખેલાડી વેસ્ટ હેમ યુનાઇટેડ અને આર્સનલ વચ્ચે રમાનાર મેચને જોવા પણ જશે. વિરાટ કોહલી, લોકેશ રાહુલ સહિત ઘણા ખેલાડી ફૂટબોલને પસંદ કરે છે અને ટીમ ઇન્ડિયા પ્રેક્ટિસ સેશનમાં પણ ફૂટબોલ રમે છે.
Swipe left to watch me discuss Cricket and Football with the Champion - @nglkante. 👑😀 We spoke about his World Cup Experience, how he started off and made his way up here. He wasn’t really happy that I ain’t a Chelsea fan though. 😁 Really Humble Guy. Respect! 👊🏽


Loading...

A post shared by KL Rahul👑 (@rahulkl) on


પ્રેક્ટિસના બદલ વેકશનનો વિરોધ
ટીમ ઇન્ડિયા વેકેશન મનાવે તેનો ઘણો વિરોધ થાય છે. જ્યારે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ સામે એજબેસ્ટન અને લોર્ડ્સ ટેસ્ટ ગુમાવી હતી તો એક્સપર્ટે આ માટેનું કારણ ઓછી પ્રેક્ટિસ અને વધારે રજાઓને ગણાવી હતી. સોશિયલ મીડિયા ઉપર રવિ શાસ્ત્રી પણ પ્રશંસકોના નિશાને આવ્યા હતા. ફરી એક વખત ટીમ ઇન્ડિયા તે જ રસ્તે જઈ રહી છે. હવે જોઈએ 30 ઓગસ્ટથી શરૂ થતી ચોથી ટેસ્ટમાં ટીમ કેવું પ્રદર્શન કરે છે.
First published: August 26, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...