ધોની માટે ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ, કોહલીએ કર્યો મોટો ઇશારો

News18 Gujarati
Updated: January 13, 2020, 10:12 PM IST
ધોની માટે ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ, કોહલીએ કર્યો મોટો ઇશારો
ધોની માટે ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ, કોહલીએ કર્યો મોટો ઇશારો

ધોનીની ખોટ ભરવા માટે ટીમ મેનેજમેન્ટે મન બનાવી લીધું છે

  • Share this:
મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni)ગત વર્ષે જુલાઈ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. જોકે તેણે પોતાની નિવૃત્તિના સમાચારો પણ ચુપ્પી તોડી નથી. માનવામાં આવે છે કે ધોની ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં શરુ થનાર ટી-20 વર્લ્ડ કપ(T20 World Cup)માં રમશે. જોકે ન્યૂઝીલેન્ડ સામેના પ્રવાસમાં ધોનીનો ટી-20 ટીમમાં સમાવેશ કરાયો નથી. બીજી તરફ કેપ્ટન વિરાટ કોહલીએ પણ મોટો ઇશારો કરી દીધો છે કે ધોની માટે ટીમ ઇન્ડિયાના (Team India) દરવાજા બંધ થઈ ગયા છે.

ચોથા નંબર પર ઉતરવાનો સંકેત આપ્યો
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા 14 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે 3 વન-ડે શ્રેણી રમશે. આ શ્રેણી પહેલા વિરાટ કોહલીએ સંકેત આપ્યો છે કે તે શિખર ધવન (Shikhar Dhawan)અને કેએલ રાહુલ (KL Rahul)બંનેને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવા માટે પોતે ચોથા નંબરે બેટિંગ કરી શકે છે. કોહલી હવે એમએસ ધોનીની જેમ મિડલ ઓર્ડર અને નીચલા ક્રમની કડી બનાવવાની તૈયારી કરી રહ્યો છે. જેનો અર્થ એ છે કે ધોનીની ખોટ ભરવા માટે ટીમ મેનેજમેન્ટે મન બનાવી લીધું છે. હવે ધોની વન-ડેમાં ટીમ ઇન્ડિયાની જર્સીમાં ફરી જોવા મળે એ વાતની આશા ઓછી છે.

આ પણ વાંચો - ટી-20 વર્લ્ડ કપમાં મોટો ફેરફાર કરશે ICC, 16થી વધારી આટલી કરાશે ટીમોની સંખ્યા!

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે પહેલા થયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીને પુછવામાં આવ્યું કે તે પોતાનો બેટિંગ ક્રમ નીચે કરવા માટે તૈયાર છે. તો તેણે આમ કરવામાં ખુશી વ્યક્ત કરી હતી. ભારતીય કેપ્ટને કહ્યું હતું કે હા, આ મોટી જવાબદારી છે. મને આમ કરવામાં ઘણો આનંદ થશે. હું આ વાતને લઈને વધારે ચિંતિત નથી કે હું કયા ક્રમે રમીશ. મને પોતાના બેટિંગ ક્રમને લઈને સહેજ પણ અસુરક્ષા નથી. ટીમનો કેપ્ટન હોવાના નાતે આ મારી જવાબદારી છે કે ખેલાડીઓનું ભાવી દળ પણ તૈયાર રહે. બની શકે કે ઘણા લોકો આવું ના વિચારે પણ એક કેપ્ટન તરીકે તમારી જવાબદારી ફક્ત વર્તમાન ટીમ પ્રત્યે જ નથી હોતી પણ આગામી દળ પ્રત્યે પણ હોય છે.
First published: January 13, 2020, 10:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading