'ટીમ ઈન્ડિયામાં તો સિલેક્ટ કરતા નથી, દર વર્ષે એવોર્ડ આપીને અપમાનિત કેમ કરો છો'

News18 Gujarati
Updated: June 9, 2018, 4:49 PM IST
'ટીમ ઈન્ડિયામાં તો સિલેક્ટ કરતા નથી, દર વર્ષે એવોર્ડ આપીને અપમાનિત કેમ કરો છો'

  • Share this:
સામાન્ય રીતે જ્યારે પણ કોઈ ક્રિકેટરને તેની સિદ્ધી માટે સન્માનિ કરવામાં આવે છે તો તેના માટે આ ગૌરવનો સમય હોય છે પરંતુ સ્પિન બોલર અને ભારતીય ક્રિકેટ ઘરેલૂ ક્રિકેટનો ચમત્કાર સ્ટાર જલજ સક્સેના આને પોતાના માટે અપમાનજનક માની રહ્યાં છે. જલજને ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન માટે આવનાર અઠવાડીયે બીસીસીઆી, માધવરાવ સિંધિયા એવોર્ડથી સન્માનિત કરશે પરંતુ તેમનુ માનવું છે કે, પાછલા વર્ષે જ્યારે તેમની ઈન્ડિયાની એ ટીમમાં પણ પસંદગી કરવામાં આવી નહતી તો પછી તેને આ એવોર્ડ આપીને અપમાનિત કેમ કરવામાં આવી રહ્યો છે.

સમાચાર પત્ર ઈન્ડિયન એક્સપ્રેસથી વાત કરતાં જલજનું કહેવું છે કે, 'બધા લોકો મને કહે છે કે, બીબીસીઆી પાછલા ચાર વર્ષથી મને એવોર્ડ આપે છે પરંતુ ટીમમાં સિલેક્ટ કેમ કરતી નથી ત્યારે મને ખુબ જ અપમાનજનક લાગે છે.'

રણજી ટ્રોફીની 2014-15 સિઝનમાં જલજને બેસ્ટ ઓલ રાઉન્ડરના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યો હતો. 2015-16ની સિઝનમાં પણ તે બેસ્ટ ઓલરાઉન્ડર બન્યો. 2017-18માં પણ આ ખિતાબ તેના નામે જ રહ્યો. મૂળ રૂપમાં મધ્યપ્રદેશ માટે રમી રહેલ 31 વર્ષિય જલસ સક્સેના પાછલા 12 વર્ષોથી ક્રિકેટ રમી રહ્યો છે અને પાછલા વર્ષથી તેને કેરલની ટીમ તરફથી રમવાનું શરૂ કર્યું છે.
First published: June 9, 2018, 4:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading