વર્લ્ડ કપમાં શમી-જાડેજાને લઈને વિરાટ કોહલીથી નારાજ હતો રોહિત શર્મા!

મીડિયા રિપોર્ટ પ્રમાણે, વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે દબદબાની લડાઈ વચ્ચે ટીમ ઇન્ડિયામાં બે જૂથ પડી ગયા છે.

News18 Gujarati
Updated: July 23, 2019, 7:50 AM IST
વર્લ્ડ કપમાં શમી-જાડેજાને લઈને વિરાટ કોહલીથી નારાજ હતો રોહિત શર્મા!
રોહિત શર્મા, કોહલી
News18 Gujarati
Updated: July 23, 2019, 7:50 AM IST
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ વચ્ચે નારાજગીના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે દબદબાની લડાઇ વચ્ચે ટીમ ઇન્ડિયામાં બે ફાંટા પડી ગયા છે. ગલ્ફ ન્યૂઝે પોતાના એક રિપોર્ટમાં લખ્યું છે કે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ દરમિયાન બે જૂથમાં રમી હતી. પ્રથમ જૂથ વિરાટ કોહલીનું હતું, જ્યારે બીજું જૂથ રોહિત શર્માનું હતું. રોહિત શર્માના જૂથના ખેલાડીઓ કોચ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીના નિર્ણયોથી નારાજ હતા. અનેક પ્રસંગે રોહિતે વિરાટના નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી હતી. જેનાથી બંને વચ્ચે અણબનાવ વધતો ગયો હતો.

આ નિર્ણયને કારણે નારાજગી વધી

ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે સેમિ ફાઇનલમાં મોહમ્મદ શમીને ટીમ બહાર રખાયો હોવાથી રોહિત શર્મા અને તેના જૂથનો સભ્યો નારાજ હતા. કારણ કે શમીએ ખૂબ સારી બોલિંગ કરી હતી અને ચાર મેચમાં 14 વિકેટ લીધી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજાને મેચ દરમિયાન ઉપેક્ષિત કરવામાં આવ્યો હોવાને લઈને પણ મતભેદ હતા. જાડેજાએ સેમિ ફાઇનલમાં મોકો મળતા ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માએ વિરાટના આ નિર્ણયો અંગે વાંધો ઉઠાવ્યો હતો.

જો સેમિ ફાઇનલ મેચ પર નજર નાખવામાં આવે તો આ પ્રકારના દાવાઓ સાચા હોવાનું લાગી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સેમિ ફાઇનલમાં જ્યારે રવિન્દ્ર જાડેજાએ ચોગ્ગા અને છગ્ગા લગાવી રહ્યો હતો ત્યારે રોહિત શર્મા ડ્રેસિંગ રૂમાંથી તેનો ઉત્સાહ વધારી રહ્યો હતો.



રોહિતની સદીએ વિરાટની મુશ્કેલી વધારી
Loading...

સમાચાર પ્રમાણે રોહિત શર્મા વર્લ્ડ કપમાં જેમ જેમ એક પછી એક સદી ફટકારી રહ્યો હતો તેમ તેમ તેના જૂથનો દાવો મજબૂત થઈ રહ્યો હતો. ગલ્ફ ન્યૂઝના સમાચાર પ્રમાણે સેમિ ફાઇનલ પછી રોહિત શર્માના જૂથે વિરાટ કોહલીને કેપ્ટન પદેથી હટાવી દેવાની વાત કરી હતી. બોલિંગ કોચ ભરત અરુણે પણ સ્વીકાર્યું હતું કે અમુક ખેલાડીઓ જૂથ તરીકે કામ કરી રહ્યા હતા, પરંતુ ઝઘડામાં ક્યારેક આવું થતું હોય છે.

કેપ્ટનશીપ જવાનો ડર!

ભારતીય ટીમના વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે, તેમજ વાઇસ કેપ્ટન રોહિત શર્માને વન ડે અને ટી 20માં કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પહેલા પણ એવું થઈ ચુક્યું છે જ્યારે વિરાટની ગેરહાજરીમાં રોહિતને કેપ્ટન બનાવવામાં આવ્યો હોય.

જો રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝમાં વન ડે અને ટી 20 શ્રેણી જીતતી તો રોહિતનો કેપ્ટન બનવાનો દાવો મજબૂત થઈ જતો. વર્લ્ડ કપ દરમિયાન આમ પણ અલગ અલગ ફોર્મેટ પ્રમાણે અલગ અલગ કેપ્ટન રાખવાની વાત ચાલી રહી હતી.



રોહિત તેમજ કોહલીનો કેપ્ટનશીપનો રેકોર્ડ

કોહલીની ગેરહાજરીમાં રોહિત સફળ કેપ્ટન રહ્યો છે. રોહિતે 15 ઇન્ટરનેશનલ ટી 20 મેચમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી ભારત 12 મેચ જીત્યું છે અને ત્રણ હારી ગયું છે. રોહિતે તેની કેપ્ટનશીપ દરમિયાન શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું. બાદમાં શ્રીલંકામાં યોજાયેલી નિદાહાસ ટ્રોફી ભારતે જીતી હતી. વન ડેમાં રોહિત 9 વખત કેપ્ટન રહ્યો હતો, જેમાંથી 8 મેચ ભારત જીત્યું હતું. આ રીતે બંને ફોર્મેટમાં તેનો રેકોર્ડ 80 ટકા રહ્યો છે.



વિરાટ કોહલીએ ત્યાર સુધી 77 મેચમાં ટીમ ઇન્ડિયાની આગેવાની કરે છે, જેમાંથી 56 મેચ ભારત જીત્યું છે, તેમજ 19 મેચ હારી ગયું છે. વન ડેમાં કોહલીની જીતની ટકાવારી 74.34 ટકા છે. ટી 20માં રોહિતની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા 22માંથી 12 મેચ જીતી છે. ટી 20માં કોહલીની જીતની ટકાવારી 57.14 ટકા છે.
First published: July 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...