Home /News /sport /

આગામી 2 વર્ષ સુધી ટીમ ઇન્ડિયા રમશે નોનસ્ટોપ ક્રિકેટ, BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ

આગામી 2 વર્ષ સુધી ટીમ ઇન્ડિયા રમશે નોનસ્ટોપ ક્રિકેટ, BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ

આગામી 2 વર્ષ સુધી ટીમ ઇન્ડિયા રમશે નોનસ્ટોપ ક્રિકેટ, BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ

ટીમ ઇન્ડિયાના આ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે હેડ કોચ રવિ શાસ્ત્રીએ ખેલાડીઓ માટે બ્રેક માંગ્યો છે

  નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)આગામી બે વર્ષો માટે ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team)કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ કાર્યક્રમે ભારતીય ક્રિકેટ પ્રશંસકોના ચહેરા પર મુસ્કાન લાવી દીધી છે. ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2022 વર્લ્ડ કપ સુધી વિરાટ કોહલી (Virat Kohli) એન્ડ કંપની આગામી 15 મહિના સુધી નોનસ્ટોપ ક્રિકેટ રમશે. ગત વર્ષે કોવિડ-19ના કારણે ઘણી શ્રેણી અને ટૂર્નામેન્ટ સ્થગિત થઈ હતી. આ સાથે 2021થી 2023 સુધી ત્રણ અલગ-અલગ વર્લ્ડ કપ રમાશે. ટીમ ઇન્ડિયાના આ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે હેડ કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shastri)ખેલાડીઓ માટે બ્રેક માંગ્યો છે.

  2021 અને 2022માં ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ આ પ્રકારે છે

  એપ્રિલથી મે 2021
  ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021 (આઈપીએલ-2021)

  જૂનથી જુલાઇ -2021
  વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (જૂન),
  ભારત વિ. શ્રીલંકા (3 વન-ડે, 5 ટી-20)
  એશિયા કપ
  ભારત વિ. ઝિમ્બાબ્વે (3 વન-ડે)

  જુલાઇથી સપ્ટેમ્બર 2021
  ભારત વિ. ઇંગ્લેન્ડ (5 ટેસ્ટ)

  ઓક્ટોબર 2021
  ભારત વિ. દક્ષિણ આફ્રિકા (3 વન-ડે, 5 ટી20)

  ઓક્ટોબરથી નવેમ્બર 2021
  આઈસીસી ટી20 વર્લ્ડ કપ

  આ પણ વાંચો - IPL 2020માં એક ઓવરમાં 5 સિક્સ મારનાર રાહુલ તેવટિયાએ રિદ્ધિ પન્નુ સાથે સગાઈ કરી

  નવેમ્બરથી ડિસેમ્બર 2021
  ભારત વિ. ન્યૂઝીલેન્ડ (2 ટેસ્ટ, 3 ટી20)
  ભારત વિ. દક્ષિણ આફ્રિકા (3 ટેસ્ટ, 3 ટી20)

  2022માં ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ

  જાન્યુઆરીથી માર્ચ 2022
  ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ (3 વન-ડે, 3 ટી20)
  ભારત વિ. શ્રીલંકા (3 ટેસ્ટ, 3 ટી20)

  એપ્રિલથી મે 2022
  ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2022)

  જૂન 2022
  કોઈ શ્રેણી નથી

  જુલાઈથી ઓગસ્ટ 2022
  ભારત વિ. ઇંગ્લેન્ડ (3 વન-ડે, 3 ટી20)
  ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ (3 વન-ડે, 3 ટી20)

  સપ્ટેમ્બર 2022
  એશિયા કપ (સ્થળ નક્કી નથી)

  ઓક્ટોબરથી નવેમ્બર 2022
  આઈસીસી ટી20 વર્લ્ડ કપ (ઓસ્ટ્રેલિયા)

  નવેમ્બરથી ડિસેમ્બર 2022
  ભારત વિ. શ્રીલંકા (5 વન-ડે)

  2023માં ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ

  જાન્યુઆરી 2023
  ભારત વિ. ન્યૂઝીલેન્ડ (3 વન-ડે, 3 ટી20)

  ફેબ્રુઆરીથી માર્ચ 2023
  ભારત વિ. ઓસ્ટ્રેલિયા (4 ટેસ્ટ, 3 વન-ડે, 3 ટી20)
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Cricket Schedule, ICC World cup, Team india, Team india schedule, આઇપીએલ, ક્રિકેટ ન્યૂઝ, બીસીસીઆઇ, ભારતીય ક્રિકેટ ટીમ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन