વિરાટ અને અનુષ્કા ભૂખથી બેહાલ થઈને ગયાનાની ગલીઓમાં ભટકતા રહ્યા!

દેસી લંચ માટે કોહલી પત્ની અનુષ્કા સાથે ગયાનાની ગલીઓમાં ફર્યો, તસવીર ઇન્સ્ટાગ્રામ પર કરી શેર

News18 Gujarati
Updated: August 9, 2019, 2:46 PM IST
વિરાટ અને અનુષ્કા ભૂખથી બેહાલ થઈને ગયાનાની ગલીઓમાં ભટકતા રહ્યા!
ગયાના મેચ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દેસી લંચ ડેટ પર ગયા હતા
News18 Gujarati
Updated: August 9, 2019, 2:46 PM IST
મેજબાન વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ટી20 સીરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાની નજર વનડે સીરીઝ પર છે. જોકે, ત્રણ મેચોની સીરીઝની પહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ, જે ગુરુવારે ગયાનામાં હતી. પરંતુ હજુ પણ ટીમની નજર સીરીઝ પર છે.

વર્લ્ડકપના થોડા દિવસ બાદ જ વેસ્ટ ઈન્ડિઝ પહોંચેલી ટીમનું શિડ્યૂલ ઘણું ટાઇટ છે અને આ ટાઇટ શિડ્‌યૂલની વચ્ચેથી પણ કેપ્ટન કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્મા માટે સમય કાઢી લે છે. ગુરુવારે ગયાના વનડે પહેલા કોહલી અને અનુષ્કા શર્મા દેસી લંચ માટે ગયાનાની ગલીઓમાં ફરી રહ્યા હતા. જ્યાં તેમને એક દેસી રેસ્ટોરન્ટ મળી ગયું અને આ કપલે ત્યાં પણ ભારતીય ભોજનનો સ્વાદ ચાખ્યો.


કોહલીએ તેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોતાના સ્ટેટસ પર મૂકી. ફોટોની સાથે જ તેણે લખ્યું કે મારી લવલીની સાથે શાનદાર ભોજન.


અનુષ્કાએ પણ ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર ગયાનાની કેટલીક તસવીરો શેર કરી હતી.
આ પણ જુઓ, Video: જયારે વિરાટ કોહલીએ Live મેચમાં કર્યો ડાન્સ

કોહલીને છે સદીની રાહ

વર્લ્ડકપથી હજુ સુધી કેપ્ટન કોહલીના બેટથી કોઈ સદી નથી વાગી અને તેની નજર આ વનડે સીરીઝ પર છે, જ્યાં તે સદી ફટકારી શકે છે. છેલ્લા મુકાબલમાં તેણે 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પરંતુ તે પહેલાની પાંચ ઇનિંગમાં તે અડધી સદી પણ નહોતો મારી શક્યો. વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ટી20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચમાં અડધી સદી મારતાં પહેલા તેણે અડધી સદી 30 જૂને વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી.

આ પણ વાંચો, ધોની જશે લેહ-લદાખ, 15 ઓગસ્ટે તિરંગો ફરકાવશે!
First published: August 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...