Home /News /sport /કોહલીએ ઇતિહાસ રચ્યોઃ ICC વન-ડે, ટેસ્ટ અને ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો

કોહલીએ ઇતિહાસ રચ્યોઃ ICC વન-ડે, ટેસ્ટ અને ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો

વિરાટ કોહલી અને રિષભ પંત (ફાઇલ ફોટો)

કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીએ વર્ષ 2018ની વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે

    ક્રિકેટને ધ્યાનમાં રાખી આજે સૌથી મોટો દિવસ છે કારણ કે આઈસીસીએ પોતાના વાર્ષિક એવોર્ડ્સની જાહેરાત કરી છે.  ક્રિકેટની સર્વોચ્ચા સંસ્થા આઈસીસીએ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતની ઇમજિંગ પ્લેયર ઓફ ધ યર 2018 તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીએ વર્ષ 2018ની વન ડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવ્યો છે. આ ઉપરાત આઇસીસી તરફથી વિરાટ કોહલીને આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર માટે સર ગાર્ફિલ્ડ સોબર્સ ટ્રોફી આપવામાં આવી છે. એક સાથે ત્રણ ટ્રોફી મળી હોય તેવો વિરાટ કોહલી એકમાત્ર ક્રિકેટર બની ગયો છે.

    કોહલીએ ગત વર્ષે 55.08ની એવરેજ સાથે 13 ટેસ્ટ મેચમાં 1322 રન કર્યા હતા. જ્યારે ગત વર્ષે 14 વન ડે મેચમાં તેણે 133.55ની એવરેજ અને છ સદી સાથે 1202 રન કર્યા છે. કોહલીએ ગત વર્ષે 10 ટી20 મેચમાં 211 રન પણ બનાવ્યા છે.

    પંતે અત્યાર સુધી 9 ટેસ્ટમાં 49.71ની સરેરાશથી 696 રન કર્યા છે, જેમાં બે સદી અને બે અડધી સદી સામેલ છે. આ ઉપરાંત ત્રણ વનડે અને દસ ટી-20 પણ ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે.

    જો ટેસ્ટ ક્રિકેટમાં પંતના દબદબાની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ચાર 90 પ્લસનો સ્કોર કર્યો છે જે રેકોર્ડ છે. તેણે અત્યાર સુધી પોતાની બંને ટેસ્ટ સદી વિદેશમાં ફટકારી છે અને તે આવું કરનારો એકમાત્ર ભારતીય વિકેટકિપર છે. તેણે આવું ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં કર્યું છે. આ ઉપરાંત પંતે એક મેચમા્ર 11 કેચ પકડવાનો ભારતીય રેકોર્ડ પણ કાયમ કર્યો છે. જ્યારે વર્લ્ડ ક્રિકેટમાં આવું જૈક રુસૈલ અને એબી ડીવિલિયર્સ જ કરી ચૂક્યો છે.

    આ પણ વાંચો, ધોની છે 'શેર' તો ન્યૂઝીલન્ડનો આ પ્લેયર છે 'બબ્બર શેર', Video જોઈ કરો ખાતરી!







    વિરાટની કેપ્ટન્સી પર આઈસીસી ફિદા

    ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટન્સીમાં જોરદાર સફળતા અપાવી રહેલા વિરાટ કોહલીને વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જે બહુ મોટું સન્માન છે. ટેસ્ટ ટીમમાં કેપ્ટન કોહલી ઉપરાંત રિષભ પંત અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત વનડેમાં કેપ્ટન કોહલીની સાથે રોહિત શર્મા, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યા છે. સાચું કહીએ તો બંને ટીમોમાં ભારત અને ઇંગ્લેન્ડનો દબદબો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Ranking, આઇસીસી, ક્રિકેટ, વિરાટ કોહલી

    विज्ञापन
    विज्ञापन