Home /News /sport /IND vs NZ: ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે પ્રેક્ટિસ શરૂ કરી, કોચ લક્ષ્મણ વેલિંગ્ટન જવા રવાના

IND vs NZ: ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી માટે પ્રેક્ટિસ શરૂ કરી, કોચ લક્ષ્મણ વેલિંગ્ટન જવા રવાના

ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે

Indian Team Start Practice:ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ પ્રવાસની તૈયારી શરૂ કરી દીધી છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચોની સીરીઝ અને 3 ODIની સીરીઝ રમવાની છે. ભારતીય ટીમે આ શ્રેણી માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની T20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમે વેલિંગ્ટનમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

વધુ જુઓ ...
    Indian Team Start Practice: ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ પ્રવાસની તૈયારી શરૂ કરી દીધી છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ 3 T20 મેચોની સીરીઝ અને 3 ODIની સીરીઝ રમવાની છે. ભારતીય ટીમે આ શ્રેણી માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાની T20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ભારતીય ટીમે વેલિંગ્ટનમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.

    વીવીએસ લક્ષ્મણ પણ આ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની જવાબદારી સંભાળવા માટે વેલિંગ્ટન માટે રવાના થઈ ગયા છે. લક્ષ્મણની સાથે ઉમરાન મલિક અને અન્ય ખેલાડીઓ ન્યુઝીલેન્ડ જવા રવાના થઈ ગયા છે.

    ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ શરૂ કરી

    ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર પહેલા ટી-20 સિરીઝ રમવાની છે. 18 નવેમ્બરથી શરૂ થવાની છે. આ શ્રેણી પહેલા ટીમ ઇન્ડિયાએ વેલિંગ્ટનમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે. આ સાથે જ ટીમની વાઇસ કેપ્ટનશિપની જવાબદારી રિષભ પંતના હાથમાં રહેશે.

    લક્ષ્મણ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર કોચનું પદ સંભાળશે

    ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર રાહુલ દ્રવિડની જગ્યાએ VVS લક્ષ્મણ ટીમના મુખ્ય કોચ રહશે. વિક્રમ રાઠોડની જગ્યાએ ઋષિકેશ કાનિટકરને ટીમનો બેટિંગ કોચ બનાવવામાં આવ્યો છે. બોલિંગ કોચ પારસ મ્હામ્બરેની જગ્યાએ સાઈરાજ બહુતલેને આ પ્રવાસ માટે બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રણેય કોચ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં છે, જેનું નેતૃત્વ લક્ષ્મણ કરે છે.

    કોચ ઉપરાંત ટીમના સિનિયર ખેલાડીઓને પણ આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. જેમાં ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર અશ્વિન જેવા ખેલાડીઓ હાજર છે. આ પ્રવાસ માટે ઘણા નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

    ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, યુઝવેન્દ્ર ચહલ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

    વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાઃ શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન, વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन
    विज्ञापन