Home /News /sport /ICCની એક ભૂલના કારણે ઓસ્ટ્રેલિયા પાસેથી છીનવાયો નંબર-1નો તાજ, ભૂલ સુધારી તો ટીમ ઈન્ડિયા...
ICCની એક ભૂલના કારણે ઓસ્ટ્રેલિયા પાસેથી છીનવાયો નંબર-1નો તાજ, ભૂલ સુધારી તો ટીમ ઈન્ડિયા...
આઇસીસીની મોટી ભૂલને કારણે ટીમ ઈન્ડિયા થોડા સમય માટે ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બની ગઈ હતી. (PIC:AP)
ભારત હાલમાં ઓસ્ટ્રેલિયા પછી બીજા ક્રમે છે. વિશ્વની બે સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમો વચ્ચેની મેચમાં ભારત પાસે ફરીથી વિશ્વમાં નંબર વનનું સ્થાન હાંસલ કરવાની તક હશે. ટેસ્ટમાં ભારત વિશ્વના નંબર 1 પર કેવી રીતે પહોંચી શકે?
ICC Test Rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મોટી ભૂલ કરી છે. ICCની વેબસાઈટમાં એક ખામીએ ઓસ્ટ્રેલિયાની લીડ છીનવી લીધી અને ભારતને ક્ષણભરમાં ટેસ્ટમાં વિશ્વમાં નંબર 1 બનાવી દીધુ હતું. ઓસ્ટ્રેલિયાના 126 પોઈન્ટને બદલે ICCએ રોહિત શર્મા એન્ડ કંપનીને 115 રેટિંગ પોઈન્ટ્સ આપ્યા, જેનાથી તેઓના માથે વિશ્વ નંબર 1નો ખિતાબ મળી ગયો હતો. ત્યાં જ ઓસ્ટ્રેલિયાએ 126ને બદલે માત્ર 111 પોઈન્ટ બતાવ્યા હતા. જોકે થોડા સમય બાદ ICCએ પોતાની ભૂલ સુધારી અને ઓસ્ટ્રેલિયાને ફરીથી નંબર 1 બનવાની મંજૂરી આપી હતી.
આ ભૂલે ભારતને એક ક્ષણ માટે પોઈન્ટ ટેબલમાં ટોચ પર લાવી દીધું હતું પરંતુ ભૂલ સુધારીને ભારત નંબર 2 પર આવી ગયું હતું. જોકે ભારત નંબર 1 પણ બની શકે છે પરંતુ તેને ઘરઆંગણે ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને હરાવવું પડશે. ઓસ્ટ્રેલિયા 9 ફેબ્રુઆરીથી શરૂ થનારી ચાર મેચની ટેસ્ટ સિરીઝ (બોર્ડર ગાવસ્કર ટ્રોફી) રમવા માટે ભારતના પ્રવાસે આવી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે ભારતે તાજેતરમાં જ પાડોશી દેશ બાંગ્લાદેશ સામે ઘરની આંગણે ટેસ્ટ સિરીઝમાં 2-0થી જીત મેળવી હતી. આ ઉપરાંત ભારતે હજુ સુધી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું નથી. બીજી તરફ ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સામે બેક ટુ બેક જીત સાથે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે આઈસીસી ઈવેન્ટની ફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે.
ભારત હાલમાં ઓસ્ટ્રેલિયા પછી બીજા ક્રમે છે. વિશ્વની બે સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમો વચ્ચેની મેચમાં ભારત પાસે ફરીથી વિશ્વમાં નંબર વનનું સ્થાન હાંસલ કરવાની તક હશે. ટેસ્ટમાં ભારત વિશ્વના નંબર 1 પર કેવી રીતે પહોંચી શકે?
1. ઓસ્ટ્રેલિયા ICC ટેસ્ટ રેન્કિંગમાં 126 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. 2. ભારત 115 રેટિંગ પોઈન્ટ સાથે ટેબલમાં બીજા ક્રમે છે અને તેની પાસે પ્રથમ સ્થાન મેળવવાની સારી તક છે. 3. જો ભારત ઓસ્ટ્રેલિયાને 2-0 અથવા 3-1થી હરાવે છે તો તે ઓસ્ટ્રેલિયાને હરાવીને ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બની શકે છે. 4. ભારત માટે 1-1 અથવા 1-0ની જીત પણ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડવા માટે પૂરતી નહીં હોય. 5. ભારત પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અંતિમ મેચ માટે પોતાનું સ્થાન સીલ કરવાની તક પણ છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર