Home /News /sport /IND v ENG: ટીમ ઈન્ડિયાએ ઝુલન ગોસ્વામીની વિદાય મેચને યાદગાર બનાવી... રેણુકાના 'ચોગ્ગા'થી ઈંગ્લેન્ડની ધોલાઈ

IND v ENG: ટીમ ઈન્ડિયાએ ઝુલન ગોસ્વામીની વિદાય મેચને યાદગાર બનાવી... રેણુકાના 'ચોગ્ગા'થી ઈંગ્લેન્ડની ધોલાઈ

ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ સામેની 3 મેચની વન-ડે શ્રેણી 3-0થી જીતી લીધી છે. (@BCCIWomen)

Jhulan Goswami Farewell Match: આ પહેલા ભારતીય મહિલા ટીમ માત્ર 169 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે લોર્ડ્સમાં નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને આખી ટીમ 45.4 ઓવરમાં આઉટ થઈ ગઈ હતી.

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ઈંગ્લેન્ડ (England Women vs India Women) ને ક્લીન સ્વીપ કર્યું છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડેમાં યજમાન ઈંગ્લેન્ડને 16 રને હરાવીને શ્રેણી પર 3-0થી કબજો કરી લીધો છે. આમ ભારતે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી રહેલી તેની ધાકડ બોલર ઝુલન ગોસ્વામીને વિદાય આપી હતી.

    23 વર્ષ બાદ ભારતીય ટીમે ઈંગ્લેન્ડને તેના ઘરઆંગણે વન-ડે શ્રેણીમાં હરાવ્યું હતું. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 1999માં આ સિદ્ધિ મેળવી હતી. રેણુકા સિંહે ભારત માટે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, જ્યારે ઝુલન અને રાજેશ્વરી ગાયકવાડે તેમની છેલ્લી મેચ રમીને બે-બે સફળતા મેળવી હતી. ઈંગ્લેન્ડની ટીમ 43.4 ઓવરમાં 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

    ઈંગ્લેન્ડના માત્ર 3 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા

    170 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમની શરૂઆત સારી રહી ન હતી. યજમાનોએ નિયમિત અંતરાલમાં વિકેટો પણ ગુમાવી હતી અને એક સમયે તેમનો કુલ સ્કોર 53 રન પર 6 થયો હતો. રેણુકા સિંહની આગેવાનીમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ઓછા સ્કોરિંગ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ઈંગ્લેન્ડના માત્ર 4 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા.

    આ પણ વાંચો- જાણો શા માટે થઈ અંકિતા ભંડારીની હત્યા? ઉત્તરાખંડના DGPએ કર્યો સૌથી મોટો ખુલાસો

    ભારતીય ટીમ 169 રનમાં સમેટાઈ ગઈ હતી

    આ પહેલા ભારતીય મહિલા ટીમ માત્ર 169 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમે લોર્ડ્સમાં નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને આખી ટીમ 45.4 ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ 106 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાનાએ પણ 79 બોલમાં 50 રન બનાવ્યા હતા. આ બે સિવાય માત્ર પૂજા વસ્ત્રાકર (22) જ ડબલ ડિજિટ સુધી પહોંચી શકી હતી.

    આ પણ વાંચો- ઝૂલન ગોસ્વામીની અંતિમ મેચમાં કેપ્ટન હરમન ભાવુક થઇ

    ઈંગ્લેન્ડ માટે ઝડપી બોલર કેટ ક્રોસે 26 રનમાં ચાર વિકેટ લીધી હતી જ્યારે ફ્રેયા કેમ્પ અને સોફી એક્લેસ્ટોને બે-બે વિકેટ લીધી હતી.

    ભારતની મહાન મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લૉર્ડ્સના મેદાન પર પોતાની કરિયરની અંતિમ મેચ રમી રહી છે. અંતિમ મેચ પહેલા ભારતના કેપ્ટન હરમનપ્રીત કૌર ટીમ મીટિંગ દરમિયાન ભાવુક જોવા મળી હતી અને હરમનને ગળે લગાવીને રડી પડી હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket News in Guajarati, Women Cricketers, ક્રિકેટ ટીમ, ભારતીય ક્રિકેટ ટીમ

    विज्ञापन
    विज्ञापन