Home /News /sport /રાજકોટમાં શ્રીલંકા પર ટીમ ઈન્ડિયાનું પલડું ભારે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ વધારે
રાજકોટમાં શ્રીલંકા પર ટીમ ઈન્ડિયાનું પલડું ભારે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ વધારે
t20 મેચમાં રાજકોટ સ્ટેડિયમમાં ઈન્ડિયાના રેકોર્ડસ
ભારત અને શ્રીલંકાની ક્રિકેટ ટીમો શનિવારે રાજકોટમાં નિર્ણાયક T20માં ટકરાશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાનારી આ મેચને લઈને બંને ટીમ બધાને અનેરો ઉત્સાહ છે. આ મેદાન પર ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. 3 મેચની T20 સિરીઝ 1-1 થી બરાબર છે.
નવી દિલ્હી : ભારત અને શ્રીલંકા (IND vs SL)ની ક્રિકેટ ટીમનો કાફલો હવે રાજકોટ પહોંચ્યો છે. 3 મેચની T20 સીરીઝમાં બંને ટીમો હાલમાં 1-1 થી બરાબરી પર છે. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક T20 આંતરરાષ્ટ્રીય મેચ શનિવારે (7 જાન્યુઆરી) સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો રાજકોટમાં પૂરેપૂરો જોર લગાવશે કારણ કે જે મેચ જીતશે તેના નામ પર સિરીઝ રહેશે. આ મેદાન પર ભારતનો રેકોર્ડ શાનદાર છે. ચાલો જાણીએ કે ભારત અહીં અત્યાર સુધી રમાયેલી 4 T20 મેચોમાં ભારતનો રેકોર્ડ કેવો રહ્યો છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી 4 ટી20માંથી ભારતે 3 મેચ જીતી છે જ્યારે એક મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર છેલ્લી વખત ગયા વર્ષે એટલે કે 2022માં દક્ષિણ આફ્રિકા સામે ટી20 મેચ રમી હતી જેમાં તેણે 82 રને જીત મેળવી હતી. અગાઉ વર્ષ 2019માં ભારતે અહીં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાની ટીમ આ મેદાન પર પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલ મેચ રમશે.
ટીમ ઈન્ડિયાએ 2013માં અહીં પહેલી T20 રમી હતી
ભારતીય ટીમે વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા સામે આ મેદાન પર પોતાની પ્રથમ ટી20 મેચ રમી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ કાંગારૂઓને 6 વિકેટથી હરાવ્યું હતું. આ પછી વર્ષ 2017માં ટીમ ઈન્ડિયાનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થયો હતો. યજમાન ટીમને કિવી ટીમે 40 રને પરાજય આપ્યો હતો.
રાજકોટમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 2 મેચ જીતી છે જ્યારે પીછો કરતી ટીમ પણ એટલી જ મેચમાં વિજયી રહી છે. આ મેદાન પર સૌથી વધારે 202 રન છે જ્યારે ભારતે 2013માં ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટ ગુમાવીને સ્કોર કર્યો હતો. અહીં સૌથી ઓછો સ્કોર 87 રનનો રહ્યો છે. ભારતે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાને ટીમને 100ની અંદર જ સમેટી દીધી હતી.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર