ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી અને પાંચમી વનડેમાં વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમે પુરવાર કરી દીધું કે હવે તેઓ કોઈ પણ સ્થિતિમાં વિરોધી ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ રવિવારે ન્યૂઝીલેન્ડમાં પાંચ મેચોની સીરીઝની અંતિમ મેચને 35 રને જીતી ઈતિહાસ રચી દીધો. આ જીતના હીરો રહ્યા અંબાતી રાયડૂ અને હાર્દિક પંડ્યા. પરંતુ જીત બાદ જીતની ઉજવણીમાં ભારતીય પ્લેયર્સે એક એવો નારો લગાવ્યો જેની પર તમામનું ધ્યાન ખેંચાયું.
સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા જ્યારે કપ સાથે ગ્રુપ ફોટો પડવી રહી હતી ત્યારે જે ઉત્સાહ જોવા મળ્યો તેનાથી તમામ ભારતીયોનું દિલ જીતી લીધું. ટીમ ઈન્ડિયામાં ધોનીથી શરૂ થયેલી પરંપરાને કોહલીથી લઈને રોહિત શર્મા આગળ વધારી રહ્યા છે. સીરીઝ જીત્યા બાદ જેવી પ્રેઝન્ટેશન સેરેમનીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માને ટ્રોફી સોંપવામાં આવી તેઓએ તરત જ ટ્રોફી સૌથી યુવા અને નવા પ્લેયર શુબમન ગિલને સોંપી દીધી. સીરીઝની અંતિમ વનડેમાં રમનારા શુબનમ પહેલીવાર સીનિયર ટીમમાં પસંદગી પામ્યો છે. એવામાં તે સૌથી યુવા ખેલાડી છે જેને ટ્રોફી સોંપવામાં આવી.
પરંતુ આ દરમિયાન ભારતીય પ્લેયર્સે એક એવી ઉજવણી કરી જે હાલમાં સિનેમાના પડદાથી થઈને દેશવાસીઓમાં વસી ગયો છે. ભારતીય ટીમે પણ ટ્રોફી ઉઠાવ્યા બાદ ફોટો સેશન બાદ How is the Joshના નારા લગાવ્યા. જેની પર સમગ્ર સમગ્ર ટીમે જવાબ આપતા કહ્યું કે High Sir. ટીમ ઈન્ડિયાની આ ઉજવણીની રીતને જોઈ મેદાનમાં હાજર દર્શકોમાં પણ ઉત્સાહ ભરી દીધો.
વીડિયોમાં જુઓ, ટીમ ઈન્ડિયાએ કેવી રીતે કરી જીતની ઉજવણી