Home /News /sport /

સાઉથ આફ્રિકા વન ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, પંડ્યા-ભુવનેશ્વરની વાપસી, શુભમન ગીલ ટીમમાં સામેલ

સાઉથ આફ્રિકા વન ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, પંડ્યા-ભુવનેશ્વરની વાપસી, શુભમન ગીલ ટીમમાં સામેલ

ફાઈલ તસવીર

સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સિરિઝ માટે ટીમ ઈન્ડિયા ની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શિખર ધવનની વાપસી થઈ છે. આ ઉપરાંત શુભમન ગિલને પણ વન ડે ટીમમાં રમવાની તક મળી છે.

    નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સિરિઝ માટે ટીમ ઈન્ડિયા ની જાહેરાત થઈ ગઈ છે. ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, શિખર ધવનની વાપસી થઈ છે. આ ઉપરાંત શુભમન ગિલને પણ વન ડે ટીમમાં રમવાની તક મળી છે.

    વિરાટ કોહલી પણ સાઉથ આફ્રિકા સામે વન-ડે સિરિઝમાં રમશે અને ટીમની કમાન સંભાળશે. જ્યારે રોહિત શર્માને હજી પણ આરામ આપવામાં આવ્યો છે. કારણ કે તે ઈજા પહોંચતા હજી ફીટ થયા નથી. ભારતની વનડે ટીમમાં વિરાટ કોહલી, શિખર ધવન, પૃથ્વી શો, કેએલ રાહુલ, મનીષ પાન્ડે, શ્રેયસ ઐય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, કુલદીપ યાદવ અને શુભમન ગીલનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચોઃ-યુવક-યુવતીનાં ગુપ્તાંગોમાંથી 13 કોન્ડોમમાં અને 150 કેપ્સુલમાં ભરેલું કરોડોનું ડ્રગ્સ ઝડપાયું



    આ પણ વાંચોઃ-માલિકે મરઘીને બતાવ્યો ચિકન લેગ પીસ, પછી જે થયું એ જોઈને ચોંકી જશો, Viral થયો Video

    ટીમ ઈન્ડિયાના પસંદકર્તાઓએ મયંક અગ્રવાલ અને મોહમ્મદ શમીને ટીમની બહાર રાખ્યા છે. ચીફ સિલેક્ટર સુનીલ જોશીની અધ્યક્ષતામાં થયેલી પહેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રશ્ન એ છે કે આ બંને ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે કે પછી સરેરાશ પ્રદર્શનના કારણે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

    આ પણ વાંચોઃ-coronavirusએ પતિ-પત્ની વચ્ચે પાડી તિરાડ, શેફ પતિને એક મહિના માટે ઘરે ન આવવા પત્નીનું ફરમાન

    ઉલ્લેખનીય છે કે મયંક અગ્રવાલે ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણીમાં રમેલી ત્રણ મેચો માત્ર 12ની સરેરાશથી 36 રન બનાવ્યા હતા. જ્યારે મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ટી 20, વન ડે અને ટેસ્ટી શ્રેણી રમ્યા હતા. ત્યારબાદ તેમને આરામ આપવામાં આવ્યો હતો. છેલ્લી ટેસ્ટમાં તેમના હાથમાં ઈજા પણ પહોંચી જાય છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Team india, ક્રિકેટ ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन