Home /News /sport /Women's IPL Team Auction: મહિલા IPL માટે અમદાવાદ સહિત 5 શહેરોની ટીમ ફાઇનલ, જુઓ સંપૂર્ણ યાદી
Women's IPL Team Auction: મહિલા IPL માટે અમદાવાદ સહિત 5 શહેરોની ટીમ ફાઇનલ, જુઓ સંપૂર્ણ યાદી
મહિલા IPLમાં જે પાંચ ટીમો રમવા જઈ રહી છે તેમાં અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને લખનૌના નામ પર મહોર લગાવવામાં આવી હતી.
2023 Womens IPL Team Auction: મહિલા આઇપીએલમાં ભાગ લેનારી પાંચ ટીમોને ખરીદવા માટે ઘણી મોટી ટીમોએ બોલી લગાવી હતી. બિડિંગ પ્રક્રિયા અંતર્ગત બીસીસીઆઇ એ તમામ કંપનીઓ પાસે ટેન્ડરની રકમ મોકલવાનું કહ્યું હતું. 25 તારીખે બોર્ડે ટીમની નીલામીના પરિણામની ઘોષણા કરવાનું નક્કી કર્યું હતું.
નવી દિલ્હી: દુનિયાની સૌથી પ્રખ્યાત ટી-20 ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં હવે મહિલાઓની ટીમોને પણ પ્રાત્સાહન આપવામાં આવી રહ્યું છે. નવી સિઝનમાં ઉતરનારી તમામ 5 ટીમોના શહેરોના નામ પણ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇના સચિવ જય શાહે જણાવ્યું કે, ટીમોના નામે ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. જે પાંચ ટીમો રમવાની છે તેમાં અમદાવાદ, મુંબઇ, બેંગ્લોર, દિલ્હી અને લખનઉના નામે પર મોહર લાગી છે.
મહિલા આઇપીએલમાં ભાગ લેનારી પાંચ ટીમોને ખરીદવા માટે ઘણી મોટી ટીમોએ બોલી લગાવી હતી. બિડિંગ પ્રક્રિયા અંતર્ગત બીસીસીઆઇ એ તમામ કંપનીઓ પાસે ટેન્ડરની રકમ મોકલવાનું કહ્યું હતું. 25 તારીખે બોર્ડે ટીમની નીલામીના પરિણામની ઘોષણા કરવાનું નક્કી કર્યું હતું.
અદાણી ગ્રુપે અમદાવાદની બોલી લગાવતા ટીમને પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. ત્યાં જ પુરૂષોની આઇપીએલ ફ્રેંચાઇઝી ટીમ રોયલ ચેલેંન્જર્સ બેંગ્લોર ટીમનો માલિકાના હક ધરાવનારી આરસીબી અહીંયા પણ બેંગ્લોર ટીમને હાંસલ કરવામાં સફળ રહી છે.
અદાણી સ્પોર્ટ્સ લાઇન પ્રાઇવેટ લિમિટેડે અમદાવાદની ટીમને 1289 કરોડ રૂપિયામાં ખરીદી છે. ત્યાં જ ઇન્ડિયા વિન સ્પોર્ટસ પ્રાઇવેટ લિમિટેડને મુંબઇની ટીમના અધિકાર 912.99 કરોડ રૂપિયામાં હાંસલ કર્યા છે. બેંગ્લોરને રોયલ ચેલેંન્જર્સ સ્પોર્ટસ પ્રાઇવેટ લિમિટેડે 9.1 કરોડ રૂપિયામાં પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. ત્યાં જ દિલ્હીની વાત કરીએ તો જેએસડબલ્યૂ જીએમઆર ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ એ 810 કરોડ રૂપિયામાં તેને ખરિદવામાં સફળતા મેળવી છે. કાપરી ગ્લોબલ હોલ્ડિંગ્સની પાસે લખનઉની મહિલા ટીમનો માલિકાના હક મળ્યો છે. તેને બોર્ડ પાસેથી ખરીદવા 757 કરોડ રૂપિયામાં હાંસલ કરી છે. બીસીસીઆઇ એ જણાવ્યું કે, આઇપીએલની તમામ 5 ટીમોનું વેચાણ કર્યા બાદની વેલ્યૂ 4669.99 કરોડ રૂપિયા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર