ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમ જાહેર, વોર્નર-સ્મિથની વાપસી, આ પ્લેયર બન્યો કેપ્ટન

News18 Gujarati
Updated: April 15, 2019, 9:10 AM IST
ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમ જાહેર, વોર્નર-સ્મિથની વાપસી, આ પ્લેયર બન્યો કેપ્ટન
આઈસીસી વર્લ્ડ કપ 2019 માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત (ફાઇલ ફોટો)

બોલ ટેમ્પરિંગ સ્કેન્ડલના કારણે એક વર્ષના પ્રતિબંધનો સામનો કર્યા બાદ ટીકના સ્ફોટક પ્લેયર ડેવિડ વોર્નર અને સ્ટીવન સ્મિથની વાપસી થઈ ગઈ છે

  • Share this:
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વર્લ્ડ કપ 2019 માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. એરોન ફિન્ચને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે બોલ ટેમ્પરિંગ સ્કેન્ડલના કારણે એક વર્ષનો પ્રતિબંધ ભોગવ્યા બાદ ટીમના સ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર અને સ્ટીવન સ્મીથની વાપસી થઈ ગઈ છે.

આ ઉપરાંત, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વોર્નર અને સ્મીથની જોડીને 2019-2020 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવાની પણ જાહેરાત કરી છે. જ્યારે આ બંને પ્લેયર માર્ચ 2018 બાદ આ વર્ષે 1 જૂને અફઘાનિસ્તાનની વિરુદ્ધ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે. વર્લ્ડ કપની આ મેચ બ્રિસ્ટલમાં રમાશે.

આ ઉપરાંત સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને પણ ટીમમાં સ્થાન મળ્યું છે જે પોતાની ઈજાના કારણે ઘણા સમગતી બહાર હતો. જોકે ટીમમાં હાલ જોરદાર પ્રદર્શન કરનારા યુવા બેટ્સમેન ણીટર હેન્ડ્સકોમ્બ અને જોરદાર બોલર જોસ હેજલવુડને સ્થાન નથી મળ્યું, જે દરેક માટે ચોંકાવનારું હતું.

આ પણ વાંચો, આ છે ટીમ ઈન્ડિયાના એ 15 પ્લેયર જેમનું વર્લ્ડ કપમાં સ્થાન નક્કી છે!

ઉલ્લેખનીય છે કે, કંગારૂ ટીમ આ વખતે ઈંગ્લેન્ડની ધરતી પર પોતાનો ખિતાબ બચાવવા ઉતરશે. તેણે 2015 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવીને પોતાના ઘરમાં ખિતાબ જીત્યું હતું.
ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ટીમ: એરોન ફિન્ચ (કેપ્ટન), સ્ટીવન સ્મીથ, ડેવિડ વોર્નર, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, જેસન બેહરેનડોફ, એલેક્સ કૈરી (વિકેટકિપર), નાથન કૂલ્ટર-નાઇલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝાઅ રિચર્ડસન અને એડમ જમ્પા
First published: April 15, 2019, 9:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading