Home /News /sport /ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ અને ઈશાનને મળી તક
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, સૂર્યકુમાર યાદવ અને ઈશાનને મળી તક
India vs Australia Test Series: સૂર્યકુમારને ટેસ્ટ ટીમમાં તક મળી. (સૂર્યકુમાર યાદવ ઇન્સ્ટાગ્રામ)
BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની 4 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 મેચ માટે ટીમની જાહેરાત કરી છે. ઈશાન કિશનને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવ પણ ટેસ્ટ ડેબ્યૂ માટે તૈયાર છે.
નવી દિલ્હી : ટીમ ઈન્ડિયા 9 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે 4 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. BCCIએ પ્રથમ 2 મેચ માટે ટીમ જાહેર કરી દીધી છે. રિષભ પંત હજુ પણ ઈજાગ્રસ્ત છે. તેની જગ્યાએ ઈશાન કિશનને વિકેટકીપર તરીકે તક મળી છે.
સૂર્યકુમાર યાદવને પણ પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. કેએસ ભરત બીજા વિકેટકીપર તરીકે ટીમમાં છે. તે પહેલા પણ ટીમનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ પંતના કારણે તેને તક મળી નથી.
આ ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે. ફાઇનલમાં જગ્યા બનાવવા માટે ભારતીય ટીમ માટે આ સિરીઝ જીતવી જરૂરી છે. જોકે, હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમની બહાર છે.