Home /News /sport /

TATA IPL 2022 New sponsor : આઈપીએલ 2022માં નવા સ્પોન્સર તરીકે TATAની એન્ટ્રી, Vivoને BCCIએ કર્યુ 'ટાટા'

TATA IPL 2022 New sponsor : આઈપીએલ 2022માં નવા સ્પોન્સર તરીકે TATAની એન્ટ્રી, Vivoને BCCIએ કર્યુ 'ટાટા'

TATA News Sponsor of IPL 20222 : આઈપીએલ 2022ના નવા સ્પોન્સર તરીકે બીસીસીઆઈએ દ્વારા ટાટાની પસંદગી કરવામાં આવી છે.

TATA IPL 2022 New sponsor : ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian premier league)ના ચેરમેન બ્રિજેશ પટેલે ન્યૂઝ એજન્સીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટાટા ગ્રૂપ (Tata Group) આગામી વર્ષે આઈપીએલ ટાઈટલ સ્પોન્સર (IPL 2022 Titel Sponser) તરીકે ચાઈનીઝ મોબાઈલ મેન્યુફેક્ચરર વિવોને રિપ્લેસ કરશે

વધુ જુઓ ...
  IPL 2022 News Sponsor : ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian premier league)ના ચેરમેન બ્રિજેશ પટેલે ન્યૂઝ એજન્સીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટાટા ગ્રૂપ (Tata Group) આગામી વર્ષે આઈપીએલ ટાઈટલ સ્પોન્સર તરીકે ચાઈનીઝ મોબાઈલ મેન્યુફેક્ચરર વિવોને રિપ્લેસ કરશે. વિવો પાસે લીગ સાથેના IPLની સ્પોન્સરશિપ ડીલમાં હજુ પણ બે વર્ષ બાકી છે. જો કે હવે આ સમયગાળા દરમિયાન ટાટા આઈપીએલમાં મુખ્ય સ્પોન્સર રહેશે.

  મંગળવારે આઇપીએલ (IPL) ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ તેને ઔપચારિક મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ મેગા ઓક્શન થાય તે પહેલાં અમદાવાદ અને લખનૌ બંનેને પ્લેયર સાઇન કરવા માટે સમયમર્યાદા પણ આપવામાં આવી છે.

  રૂ. 2,200 કરોડનો સોદો કર્યો હતો

  આપને જણાવી દઈએ કે વિવોએ 2018-2022 સુધી ટાઈટલ સ્પોન્સરશિપ રાઈટ્સ માટે રૂ. 2,200 કરોડનો સોદો કર્યો હતો, પરંતુ 2020માં ભારતીય અને ચીની આર્મી સૈનિકો વચ્ચે ગલવાન વેલીમાં થયેલી તણાવપૂર્ણ સ્થિતી બાદ વિવોએ એક વર્ષ માટે બ્રેક લીધો અને તેનું સ્થાન Dream11એ લીધું હતું.

  આ પણ વાંચો : IPL Ahmedabad Team: IPLમાં અમદાવાદની ટીમનું રમવાનું ફાઇનલ, કેપ્ટનની રેસમાં છે આ ખેલાડીઓ

  વિવો 2021માં IPL ટાઇટલ સ્પોન્સર તરીકે ફરી જોવા મળ્યું

  જોકે વિવો 2021માં IPL ટાઇટલ સ્પોન્સર તરીકે ફરી જોવા મળ્યું હતું, તેમ છતાં હાલમાં અટકળો ચાલી રહી હતી કે તેઓ યોગ્ય બિડરને અધિકારો ટ્રાન્સફર કરવા માંગે છે અને BCCIએ આ માટે તેમને મંજૂરી પણ આપી છે.

  IPL 2022 માં 10-ટીમો ટુર્નામેન્ટ રમવા માટે તૈયાર

  IPL 2022 માં 10-ટીમો ટુર્નામેન્ટ રમવા માટે તૈયાર છે. RPS ગોએન્કા ગ્રુપે તેની સૌથી વધુ એટલે કે રૂ. 7,090 કરોડની બિડ સાથે લખનૌની ફ્રેન્ચાઇઝી મેળવી છે. આ દરમિયાન CVC કેપિટલે રૂ. 5,625 કરોડની બિડ કર્યા પછી અમદાવાદની ફ્રેન્ચાઇઝી મેળવી છે. ન્યૂઝ એજન્સી ANI એ અગાઉ અહેવાલ પ્રમાણે આ વર્ષે આઈપીએલ માટે 2022 મેગા ઓક્શન ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં બેંગલુરુમાં યાજોશે.

  સ્ટાર રિટેન પ્લેયર

  ગયા વર્ષે નવેમ્બરમાં તમામ IPL ફ્રેન્ચાઇઝીએ આગામી સિઝનની મેગા ઓક્શન પહેલા તેમના રિટેન કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું. એમએસ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ અને ગ્લેન મેક્સવેલ એવા કેટલાક મોટા નામો પૈકીના છે, જેને હાલની ફ્રેન્ચાઇઝીએ IPL 2022 માટે રિટેઈન કરવાનો નિર્ણય કર્યો છે.

  અમદાવાદ લખનૌનું બજેટ

  બે નવી IPL ફ્રેન્ચાઇઝી લખનૌ અને અમદાવાદ પાસે મેગા ઓક્શન શરૂ થાય તે પહેલા પૂલમાં પાછા ફરનારા ત્રણ ખેલાડીઓને પસંદ કરવા માટે રૂ. 33 કરોડનું બજેટ છે.

  આ પણ વાંચો :  આ છે વિશ્વના 10 ધનિક ક્રિકેટરો, સચિન યાદીમાં પણ ટોપ પર

  20008થી અનેક બદલાવ

  IPLની પ્રથમ સિઝન 2008માં રમાઈ હતી અને ત્યારથી લીગનું વિસ્તરણ થયું છે અને તે વિશ્વની સૌથી વધુ જોવામાં આવતી કોમ્પિટિશનમાંની એક છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વગેરે શરીઆતથી લીગમાં જોડાયેલા છે. હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીનું નામ પહેલા ડેક્કન ચાર્જર્સ હતું, પરંતુ માલિકીમાં ફેરફાર બાદ તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરીકે ઓળખાવા લાગ્યું.
  Published by:Jay Mishra
  First published:

  Tags: IPL 2022, IPL 2022 Mega Auction, રતન ટાટા

  આગામી સમાચાર