નવી દિલ્લી: કોરોના વાયરસ (coronavirus)ને કારણે આઈપીએલ (IPL 2021)ની 14 સીઝનની 29 મેચો બાદ સ્થગિત કરી દેવામાં આવી હતી. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, રાજ્યમાં લોકાડાઉન પ્રતિબંઘોના કારણે તમિલનાડુ પ્રિમીયર લીગની પાંચમી સિઝનને પણ અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 28 એપ્રિલે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને જાહેરાત કરી હતી કે, ટીએનપીએલની પાંચમી સિઝન 4 જૂને થશે અને ફાઈનલ મેચ 4 જુલાઈના દિવસે થશે. મહત્વનું છે કે, કોરોનાની લહેરને કારણે તમિલનાડુંમાં કડક લોકડાઈન થઈ રહ્યો છે.
ઈનસાઈડ સ્પોર્ટના સમાચાર અનુસાર લીગના સીઈઓ પ્રસન્ના કુન્નાનએ આ અંગે પૃષ્ટિ કરી હતી. આગામી સુચના સુધી લીગને સ્થગિત કરી દેવામાં આવી છે. સીઈઓએ કહ્યું કે, એક વાર રાજ્ય સરકાર લોકડાઉનમાં છૂટ આપે પછી આગામી ટૂર્નામેન્ટ કમિટી રીશિડ્યુલ પર નિર્ણય કરશે. ટી-20 ટૂર્નામેન્ટને એપ્રિલમાં બીસીસીઆઈની મંજૂરી મળી હતી. તમિલનાડુ સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને 28 એપ્રિલે શિડ્યુલ જાહેર કર્યું છે. પહેલી મેચ રમાવાની હતી.
દરરોજ લગભગ 30 હજાર કેસ તામિલનાડુમાં આવી રહ્યા છે. પ્રથમ લોકડાઉન 24 મે સુધી વધારવામાં આવ્યું હતું, જે આગળ એક અઠવાડિયા માટે લંબાવાયું હતું. સીઈઓએ કહ્યું કે, તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સરકાર સાથે પણ ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, એકવાર નિર્ણય લેવામાં આવશે ત્યારે શેડ્યૂલ જાહેર કરવામાં આવશે. અગાઉ આઇપીએલની 14મી સીઝન પણ કોરોના વાયરસને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. આઈપીએલની આ સીઝનમાં 29 મેચ રમવામાં આવી હતી. કડક બાયો બબલમાં હોવા છતાં, કેટલાક ખેલાડીઓ અને સ્ટાફને કોરોનાનો ફટકો પડ્યો. જે બાદ લીગ મુલતવી રાખવામાં આવી હતી.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર