T20 World Cup:હેવાનિયતની તમામ હદ પાર! વિરાટ-અનુષ્કાની દીકરી વામિકા પર દુષ્કર્મ ગુજારવાની ધમકી, DCWએ પોલીસને નોટિસ આપી

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી પર દુષ્કર્મ ગુજારવાની ધમકી

vamika Virat Kohli: વામિકા પર દુષ્કર્મ ગુજારવાની નનામી ધમકી, દિલ્હી મહિલા આયોગે પોલીસને નોટિસ મોકલી, ટીમની હાર બાદ રાક્ષસી વર્તન

  • Share this:
    આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં (T20 World cup) પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાના (Team india) કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની (Virat Kohli Anushka Sharma Daughter Vamika) માસૂમ બાળકી વામિકા પર દુષ્કર્મ (Rape Threat to Vamika) ગુજારવાની નનામી ધમકી સામે આવી છે. હેવાનિયતની હદ પાર કરતી આ ઘટનામાં દિલ્હી મહિલા આયોગ (DCW Notice on Vamika) હરકતમાં આવ્યું છે અને દુષ્કર્મની ધમકીના મામલે પોલીસને નોટિસ જાહેર કરી છે. મહિલા આયોગે પોલીસને નોટિસ આપી અને આ મામમલે કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે. મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલિવાલે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે.

    ભારતની ટી-20 વર્લ્ડકપમાં શરમજનક હાર થઈ છે આ આ ઘટના બાદ લોકો ટીમ ઈન્ડિયા પર ગુસ્સો ઉતારી રહ્યા છે. જોકે, આ ગુસ્સામાં કોઈ નનામા ટ્વીટ દ્વારા વામિકા પર દુષ્કર્મ ગુજારવાની ધમકી મળી છે. આ ધમકીના સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યા છે. અનુષ્કાને ટાંકીને લખવામાં આવ્યું છે કે તમારી દીકરીનો ચહેરો બતાવ એટલે એની સાથે....

    9 મહિનાની છે વામિકા

    ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી નવ મહિનાની છે.સોશિયલ મીડિયા અને જાહેર જીવનથી હજુ સુધી વિરાટ કોહલીએ દીકરીનો ભેટો કરાવ્યો નથી. પતિ-પત્નીએ તેની તસવીરો પણ જાહેર નથી કરી. આવામાં આ પ્રકારની ધમકીઓ સામે આવી રહી છે.

    આ પણ વાંચો :  PHOTOS: આ છે એવા ક્રિકેટરો જે પોતાની પિતરાઈને જ પરણ્યા, સુખી સંપન્ન છે લગ્ન જીવન

    એફઆઈઆર નોંધવાની માંગ

    દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતી માલિવાલે નોટિસ બહાર પાડી અને પોલીસને આ મામલે એફઆઈઆર નોંધવા માટે કહ્યુ છે. તેજમ દિલ્હી પોલીસને પૂછ્યું છે કે આ બાબતમાં શું કાર્યવાહી કરી તેનો અહેવાલ મહિલા આયોગને આપવામાં આવે.

    સ્વાતિ માલિવાલ કેજરીવાલની બહેન છે

    દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ લાલિવાલ અરવિંદ કેજરીવાલની કુટંમ્બી બહેન છે. તેઓ મહિલાઓની સુરક્ષા અંગે વર્ષોથી સક્રિય છે અને હાલમમાં દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન છે. તેમણે પોલીસને આ નોટિસ મોકલી અને કાર્યવાહીની માંગ કરી છે.



    આ પણ વાંચો : જસપ્રીત બુમરાહ અને જગવાલ શ્રીનાથથી લઈ આ ક્રિકેટરો પડ્યા પત્રકારોના પ્રેમમાં, માત્ર એકનું થયું બ્રેકઅપ

    ઉલ્લેખનીય છે કે ભારત સામે થયેલી બાર બાદ ટ્રોલર્સે મોહમ્મદ શામીને પણ ખૂબ ખરી ખોટી સંભળાવી હતી. વાત ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે ખુદ બીસીસીઆઈ અને કેપ્ટન કોહલીએ શામીના સમર્થનમાં ઉતરવું પડ્યું હતું. હવે વિરાટ કોહલીની દીકરીને નિશાન બનાવી અને કેટલાક તત્વો વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
    Published by:Jay Mishra
    First published: