T20 Worldcup SA VS SL : શ્રીલંકાના બૉલર ઈતિહાસ રચ્યો, વન-ડે બાદ T-20માં પણ ઝડપી હેટ્રીક

SL VS SA વાનિંન્દુ હસરંગાએ હેટ્રીક ઝડપીને ઈતિહાસ ર્ચ્યો છે.

T20 World Cup 2021: શ્રીલંકાના બૉલર વાનિંદુ હસરંગાએ ટી-20 વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્યો છે. સાઉથ આફ્રિકાની વિરુદ્ધ રમાયેલી મેચમાં આજે તેમણે હેટ્રિક લીધી છે.

  • Share this:
    શ્રીલંકાના બૉલર વાનિંદુ હસરંગાએ (Wanindu Hasaranga) ટી-20 વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્યો છે. સાઉથ આફ્રિકાની વિરુદ્ધ રમાયેલી મેચમાં આજે તેમણે હેટ્રિક લીધી છે. (T20 Worldcup SL VS SA Wannindu Hasaranga Takes Hattrick) શ્રીલંકાના આ લેગ સ્પીનરે બે ઑવરમાં હેટ્રીક લીધી છે. જોકે આમ છતાં શ્રીલંકા મેચમાં હાર્યુ છે. અગાઉ આયર્લેન્ડના બૉલર કર્ટિસ કેમ્ફરે નેધર્લેન્ડ સામે આ કારનામો કર્યો હતો. મેચમાં શ્રીલંકા 142 રનના સ્કૉરમાં સમેટાઈ ગયુ હતું જ્યારે સાઉથ આફ્રિકાએ આ રનનુ લક્ષ્ય 6 વિકેટના નુકસાને હાસલ કરી લીધું હતું.

    અગાઉ બ્રેટ લી એ હેટ્રીક લીધી હતી : વાનિન્દુ હસનર્ગાએ 15મી ઓવરના છેલ્લા બોલ પર એડન માર્કરામને આઉટ કર્યો હતો. ત્યાર બાદ તે 18મી ઓવરમાં બોલિંગ કરવા પરત ફર્યો હતો. તેણે પહેલા બોલ પર કેપ્ટન ટેમ્બા બાવુમા અને બીજા બોલ પર ડ્વેન પ્રિટોરિયસને આઉટ કરીને હેટ્રિક પૂરી કરી. આ પહેલા 2007ના T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર બ્રેટ લીએ બાંગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી. તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં હેટ્રિક પણ લીધી છે.

    બંને ફોર્મેટમાં હેટ્રિક લેનાર ચોથો બોલર

    વાનિન્દુ હસરંગા T20 અને ODI બંને ફોર્મેટમાં હેટ્રિક લેનાર વિશ્વનો માત્ર ચોથો બોલર છે. આ પહેલા શ્રીલંકાના લસિથ મલિંગા (Lasith Malinga) અને થિસારા પરેરા (Thisara Perera) ઉપરાંત ઓસ્ટ્રેલિયાના બ્રેટ લી પણ આવું કરી ચુક્યા છે. એટલે કે આવું કરનાર તે શ્રીલંકા તરફથી ત્રીજો બોલર છે. IPL 2021 માં, હસરંગા વિરાટ કોહલીની (Virat Kohli) કપ્તાની હેઠળ RCB માટે રમ્યો હતો. પરંતુ કેટલાક સારુ પ્રદર્શન કરી શક્યા ન હતા.

    આ પણ વાંચો : T20 World Cup: માતા વેન્ટિલેટર પર લડી રહી હતી જિંદગી-મોતનો જંગ, છતા દીકરાએ મેચ રમી નિભાવી ફરજ


    શ્રીલંકા સેમિફાઇનલમાં ન પહોંચી શકે

    સુપર-12ની 3 મેચમાં શ્રીલંકાની આ બીજી હાર છે. હવે ટીમનો સેમિફાઇનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. શ્રીલંકાએ 2014માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીમનું પ્રદર્શન સારું નથી રહ્યું. આજની મેચમાં હાર થતાં શ્રીલંકાનું સેમિફાઇનલનું સ્વપ્ન રોળાઈ ગયું છે. હવે સેમિફાઇનલમાં પહોંચવા શ્રીલંકાએ નસીબનો જ સાથ લેવો રહ્યો
    Published by:Jay Mishra
    First published: