Home /News /sport /Ind Vs Eng, T20 World Cup 2022: અંગ્રેજો ટકરાશે કેપ્ટન રોહિતની ટીમ ઈન્ડિયા, કેવી રહેશે ટીમ? જાણો પિચનો મિજાજ

Ind Vs Eng, T20 World Cup 2022: અંગ્રેજો ટકરાશે કેપ્ટન રોહિતની ટીમ ઈન્ડિયા, કેવી રહેશે ટીમ? જાણો પિચનો મિજાજ

આજે ભારત ઈંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ

India Vs England Semi Final, T20 World Cup 2022: આજે ભારત અને ઈંગ્લેન્ડ ટી20 વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ટકરાશે. ભારત વર્ષો પછી કોઈ ICC ટ્રોફી જીતે એવું લાગી રહ્યું છે. જાણો કેવી રહેશે ટિમ અને કેવી છે એડીલેડની પિચ?

    ટી-20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ની બીજી સેમીફાઈનલ (Semifinal) મેચ આજે રમાશે. એડીલેડના ઓવલ ખાતે બપોરે 1.30 વાગ્યાથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનો મુકાબલો (IND vs ENG) શરૂ થશે. આપને જણાવી દઇએ કે બંને ટીમો વચ્ચે આ 23મી ટી-20 મેચ (T20 Match) હશે. આ પહેલાની 22 મેચમાં ભારતે 12 અને ઇંગ્લેન્ડે 10 મેચ જીતી છે, એટલે કે લગભગ બંને ટીમો વચ્ચે બરાબરીની ટક્કર જામશે. આ મેચને લઇને આજે ક્રિકેટ ફેન્સમાં પણ ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે.

    આ વર્લ્ડ કપની સફર બંને ટીમો માટે અત્યાર સુધી સારી રહી છે. બંને ટીમો અત્યાર સુધી માત્ર એક-એક મેચ હારી છે. ભારતીય ટીમને સાઉથ આફ્રિકા (IND vs SA) સામે હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારે આયર્લેન્ડ સામે ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો છે. હાલ બંને ટીમો ફૂલ ફોર્મમાં હોય તેમ લાગી રહ્યું છે. આ બંને ટીમોની બોલિંગ અને બેટિંગમાં સારું સંતુલન જળવાઇ રહ્યું છે.



    પિચ રીપોર્ટ

    આ મેચ 4 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચમાં વપરાયેલી વિકેટ પર રમાશે. આપને જણાવી દઇએ કે અહીં અફઘાનિસ્તાન 168ના સ્કોરનો પીછો કરવાની ખૂબ જ નજીક પહોંચી ગયું હતું. આ મેચમાં શરૂઆતમાં પિચ સ્લો હતી અને અનિયમિત બાઉન્સ પણ હતો. પરંતુ રાત્રે બોલ સારી રીતે બેટ પર ટક્કરમાં આવી રહ્યો હતો. આ મેચમાં પીચનો મિજાજ યથાવત્ રહી શકે છે. તેથી બેટિંગ કરનારી ટીમને ફાયદો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અહીંના મેદાનની બાઉન્ડ્રી પણ નાની છે.

    વાતાવરણના શું છે હાલચાલ?

    આજે સવારે એડિલેડમાં હળવા વરસાદની સંભાવના છે, પરંતુ મેચના સમયે હવામાન સાફ રહેશે. એટલે કે મેચ કોઈપણ વિક્ષેપ વિના પૂર્ણ થઇ શકે છે.

    આ પણ વાંચો: T20 વર્લ્ડ કપઃ જો ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ થશે કઇ ટીમ ફાઈનલમાં પહોંચશે? જાણો

    પોસિબલ પ્લેઇંગ ઇલેવન

    ટીમ ઈન્ડિયાના અગાઉના પ્લેઈંગ-11ની સરખામણીમાં માત્ર એક જ ફેરફાર થઈ શકે છે. રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિક રમી શકે છે. બીજી તરફ ઇંગ્લેન્ડમાં માર્ક વુડ અને ડેવિડ મલાન ફિટ નથી.

    આ પ્લેયર્સ હશે ટીમ ઇન્ડિયામાં સામેલ

    રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક/રિષભ પંત, અક્ષર પટેલ, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.

    આ પ્લેયર્સ હશે ટીમ ઇંગ્લેન્ડમાં સામેલ

    જોસ બટલર (કેપ્ટન), એલેક્સ હેલ્સ, દાવિદ મલાન/ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કરન, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ
    Published by:Mayur Solanki
    First published:

    Tags: India vs england, IndVsEng, Semifinal, T20 World Cup 2022, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन