Home /News /sport /આમાંથી જ એક ટીમ જીતશે T20 વર્લ્ડકપ, ક્રિકેટના ભગવાને કરી દીધી આગાહી, જામશે ખરાખરીનો જંગ

આમાંથી જ એક ટીમ જીતશે T20 વર્લ્ડકપ, ક્રિકેટના ભગવાને કરી દીધી આગાહી, જામશે ખરાખરીનો જંગ

વર્લ્ડકપ કોણ જીતશે? સચિનની આગાહી

T20 World Cup 2022: દિવાળીના આગળના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં ખરાખરીનો જંગ જમવાનો છે. ક્રિકેટના ભગવાન તેંડુલકરે પોતાની વિનિંગ ટીમો જાહેર કરી દીધી છે.

T20 World Cup 2022: લિજેન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરે (Sachin Tendulkar) ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપ 2022 માં ટોચની ચાર ટીમો (Top 4 Teams)ની પસંદગી કરી હતી અને મેન ઇન બ્લુને ખિતાબ જીતતા જોવાની ઇચ્છા જાહેર કરી હતી. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે (Indian Cricketer) પોતાની યાદીમાં યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને પસંદ કર્યું હતું. જ્યારે નંબર વન રેન્ક ધરાવતી ટી-20I ટીમ ભારત (Team India)ને પણ સામેલ કરી હતી.

આ દેશો છે તેંડુલકરની ફેવરિટ લીસ્ટમાં

વધુમાં તેમણે ટુર્નામેન્ટમાં પોતાના ટોચના ચાર દેશોને પસંદ કરવા માટે અન્ય બે ટીમો તરીકે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડને પસંદ કર્યા હતા અને ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા ક્યાં મુશ્કેલી લાવી શકે છે તે વિશે વાત કરી હતી. આઇસીસીની મેગા ઇવેન્ટ રાઉન્ડ 16 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં પહેલાથી જ ઘણા ટ્વિસ્ટ અને અપસેટ જોવા મળ્યા છે.

ભારત-ઓસ્ટ્રેલિયા બની રહ્યું છે સૌથી ફેવરિટ

સુપર 12 સ્ટેજ 22 ઓક્ટોબરથી શરૂ થશે અને તેમાં ટોચની આઠ ક્રમાંકિત ટીમો બે ગ્રૂપમાં ભાગ લેશે. જ્યારે ચાર ટીમો ક્વોલિફાયર લેવલમાંથી આગળ વધશે. ઉલ્લેખનીય છે કે, મોટા ભાગના નિષ્ણાંતો માટે ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા અને ભારત સૌથી ફેવરિટ બન્યા છે અને તેંડુલકરે એવી પરિસ્થિતિઓ સમજાવી હતી જે ચોક્કસ ટીમોને અનુકૂળ થઈ શકે છે.

આ પણ વાંચો: ભારત કોઈનું નહીં સાંભળે! પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ધમકી પર બગડ્યા 'ઠાકુર સાબ'

દ.આફ્રિકાની જેમ ન્યુઝીલેન્ડ પણ ડાર્ક હોર્સ: સચિન તેંડુલકર

તેંડુલકરે ઉલ્લેખ કર્યો હતો કે, તે ભારતીય ટીમને ટ્રોફી ઉપાડતી જોવા માંગે છે અને ટુર્નામેન્ટમાં તેમના ટોચના ચાર દેશોની યાદીમાં સામેલ છે. સચિન તેંડુલકરે અગાઉની એડિશનના રનર્સ અપ વિશે જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડ ડાર્ક હોર્સ છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે ઘરઆંગણે સમાન પ્રકારની સ્થિતિને કારણે દક્ષિણ આફ્રિકાને પણ હળવાશથી લઇ શકાય તેમ નથી.

સચિન તેંડુલકરે ટેલિગ્રાફ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “હું દેખીતી રીતે ઈચ્છું છું કે ભારત ચેમ્પિયન બને પરંતુ મારા ટોપ ચાર દેશમાં ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ હશે. દક્ષિણ આફ્રિકાની જેમ ન્યુઝીલેન્ડ પણ ડાર્ક હોર્સ છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને આ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. તેઓ આવી પરિસ્થિતિઓથી ટેવાઈ ગયા છે."
First published:

Tags: Sachin tendulkar career, T20 worldcup 2022, ક્રિકેટ