Home /News /sport /રોહિત-રાહુલની જોડીએ કર્યા ફેન્સને નિરાશ, વર્લ્ડકપમાં પાર્ટનરશીપમાં 100 રન પણ નથી બનાવ્યા

રોહિત-રાહુલની જોડીએ કર્યા ફેન્સને નિરાશ, વર્લ્ડકપમાં પાર્ટનરશીપમાં 100 રન પણ નથી બનાવ્યા

Rohit Rahul flop

T20 WORLD CUP 2022: આ વખતે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં ભારતીય ટીમના ઓપનર્સ સદંતર નિષ્ફળ રહ્યા હતા. બંને ખેલાડીઓ એક મોટી પાર્ટનરશીપ બ્નવવામાં સતત નિષ્ફળ ગયા હતા.

    T20 WORLD CUP 2022: ક્રિકેટ મેદાન પર જ્યારે રન બનાવવાની વાત આવે ત્યારે રોહિત શર્મા (Rohit Sharma) અને કેએલ રાહુલ (KL Rahul)ની ઓપનિંગ જોડી દુનિયાની સૌથી સફળ અને ખતરનાક જોડીઓમાંની એક માનવામાં આવે છે. પરંતુ આ વખતે ટી-20 વર્લ્ડકપ (T20 World Cup 2022)માં આ જોડીએ ભારતીય ટીમ (Team India) અને ફેન્સને નિરાશ કર્યા છે. રોહિત શર્મા અને કેએલ રાહુલ પાર્ટનર તરીકે કેટલી ખરાબ રીતે રમ્યા છે, તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે બંને એક વખત પણ 30 રનની ભાગીદારી નોંધાવી કરી શક્યા નથી.

    રોહિત-રાહુલે કર્યા ક્રિકેટ ફેન્સને નિરાશ

    ભારતીય ટીમ ગુરુવારે જ્યારે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ઉતરી ત્યારે ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલ પાસેથી મોટી આશાઓ હતી. પરંતુ ફરી એકવાર આ જોડી (Rohit-rahul Become teams weakness in T20) નિષ્ફળ રહી હતી. ટીમનો સ્કોર 9 રન હતો કે કેએલ રાહુલ ઇંગ્લિશ કેપ્ટન જોસ બટલરને કેચ આપીને પેવેલિયનમાં પરત ફર્યો હતો.

    2 મેચમાં જ બનાવ્યા 20થી વધુ રન

    ટી-20 વર્લ્ડ કપમાં આ સતત છઠ્ઠી મેચ છે, જ્યારે ભારતીય ઓપનિંગ જોડી નિષ્ફળ રહી છે. રોહિત શર્મા અને કેએલ રાહુલે ટી-20 વર્લ્ડ કપ 2022ની 6 મેચમાં અનુક્રમે 7, 11, 23, 11, 27 અને 9 રનની ભાગીદારી કરી હતી. રોહિત-રાહુલ માત્ર બે મેચમાં 20થી વધુ રન બનાવી શક્યા હતા.

    આ પણ વાંચો: T20 World Cup: ભારત હાર્યું પણ કોહલીએ મેળવી સિદ્ધિ, T20 ક્રિકેટના ઈતિહાસનો પહેલો આવો બેટ્સમેન બન્યો

    રોહિત અને રાહુલ કોઈ પણ મેચમાં અડધી સદીની ભાગીદારી કરી શક્યા નથી. 27 રન સૌથી મોટી ભાગીદારી છે. આ કારણે ટીમ કોઈ પણ મેચમાં સારી શરૂઆત કરી શકી નથી. બંને બેટ્સમેનોએ માત્ર 4.93ની ઈકોનોમીથી રન બનાવ્યા છે. જોકે રાહુલે છેલ્લી બે મેચમાં અડધી સદી ફટકારી હતી. રોહિત નેધરલેન્ડ સામે પણ અડધી સદી ફટકારી ચૂક્યો છે.



    અત્યાર સુધીમાં રોહિતે ફટકારી માત્ર એક ફિફ્ટી

    માત્ર પાર્ટનરશિપ જ નહીં પરંતુ વ્યક્તિગત સ્તરે પણ રોહિત ફેન્સની અપેક્ષા પર ખરો ઉતર્યો નથી. તેણે ટી20 વર્લ્ડકપમાં અત્યાર સુધી રમાયેલી 6 ઇનિંગ્સમાં માત્ર એક ફિફ્ટી ફટકારી છે. ચાર ઈનિંગમાં તે 20ના સ્કોરને પણ પાર કરી શક્યો નહતો. કેએલ રાહુલની વાત કરીએ તો તેણે ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારી હતી. પણ પાકિસ્તાન, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામે બેવડા રનના અંકને પણ સ્પર્શી શક્યા નહતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: India vs england, IndVsEng, Lokesh rahul, T20 worldcup 2022, રોહિત શર્મા

    विज्ञापन
    विज्ञापन