Home /News /sport /IND vs BAN: ભારતની ટીમ અહીં જીતવા આવી છે અને અમે તો... મેચ અગાઉ બાંગ્લાદેશી ક્રિકેટરના નિવેદને ક્રિકેટ ફેન્સને ચોંકાવ્યા

IND vs BAN: ભારતની ટીમ અહીં જીતવા આવી છે અને અમે તો... મેચ અગાઉ બાંગ્લાદેશી ક્રિકેટરના નિવેદને ક્રિકેટ ફેન્સને ચોંકાવ્યા

બાંગ્લાદેશી ક્રિકેટ કેપ્ટનનું વિચિત્ર નિવેદન

T20 World Cup 2022 માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હવે મુકાબલો થશે. પણ આ મેચ અગાઉ બાંગલાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.

    ટીમ ઈન્ડિયા (Team India) ટી-20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)માં 2 નવેમ્બરે બાંગ્લાદેશ સામે પોતાની ચોથી મેચ રમશે. આ મેચ એડિલેડમાં રમાશે. ત્યારે આ મેચ પહેલા બાંગ્લાદેશની ટીમ (Bangladesh Team)ના કેપ્ટન શાકિબ અલ હસને આપેલા નિવેદન (Captain Shakib's Shocking Statement)થી ક્રિકેટ જગત આશ્ચર્યમાં મુકાઇ ગયું છે.

    શાકિબનું ચોંકાવનારું નિવેદન

    ભારત સામે રમાયેલી મેચ પહેલા શાકિબ અલ હસને (Shakib Al Hassan) કહ્યું છે કે, તેમની ટીમ T20 વર્લ્ડ કપ જીતવા નથી આવી. શાકિબ અલ હસને કહ્યું, અમે અહીં T20 વર્લ્ડ કપ જીતવા નથી આવ્યા. ટીમ ઈન્ડિયા અહીં જીતવા આવી છે. જો બાંગ્લાદેશ ભારતને હરાવશે તો મોટો ઉલટફેર થશે. એક તરફ જ્યાં તમામ ટીમો આ ટૂર્નામેન્ટ જીતવા માટે રમી રહી છે, તે દરમિયાન શાકિબના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે.

    શાકિબે ટીમ માટે મેચ માટે સ્થળ બદલવા અંગે પણ ટકોર કરી હતી અને તેને પડકારજનક ગણાવ્યું હતું. બાંગ્લાદેશે પોતાની પ્રથમ મેચ હોબાર્ટમાં રમી હતી. એડિલેડ ઓવલમાં ભારતીય ટીમ સામે મેચ રમતા પહેલા તેને અલગ અલગ મેદાનો પર જવું પડ્યું હતું. તે હોબાર્ટ પછી સિડની અને બ્રિસ્બેન ગઈ હતી.

    બાંગ્લાદેશ અને ઇન્ડિયા થશે ટક્કર

    અહીં ઉલ્લેખનિય છે કે, T20 વર્લ્ડ કપ 2022ના સુપર 12માં ટીમ ઈન્ડિયાએ 3 મેચમાંથી 2 મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશે પણ ત્રણમાંથી બે મેચ જીતી છે. ગ્રુપ 2માં બાંગ્લાદેશ ત્રીજા નંબર પર છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશની ટીમ પણ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકે છે. જોકે ટીમ ઈન્ડિયાને હરાવવી બાંગ્લાદેશ માટે આસાન નથી.

    ટીમ ઇન્ડિયાની મજબૂત

    ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 11 મેચ રમાઇ ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ આમાંથી 10 મેચમાં જીત મેળવી છે, જ્યારે બાંગ્લાદેશ માત્ર 1 મેચ જીતી શક્યું છે. આંકડા પર નજર કરવામાં આવે તો આ મેચમાં ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર રહેવાની પૂરતી શક્યતા છે.

    આ પણ વાંચો: T20 World Cup: ત્રણ મેચમાં સતત નિષ્ફળતા બાદ આ ખેલાડી પડતો મુકાય તેવી શક્યતા, પણ કોચ દ્રવિડે આપ્યું અવળું નિવેદન

    સંભવિત ટીમ 

    ટીમ ઇન્ડિયા - કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, રિષભ પંત (વિકેટકિપર) દીપક હૂડા, હર્ષલ પટેલ

    ટીમ બાંગ્લાદેશ - નઝમુલ હુસૈન શાંતો, સૌમ્યા સરકાર, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફિફ હુસૈન, યાસિર અલી, નૂરુલ હસન (વિ.કી.), મોસાદ્દેક હોસૈન, મેહદી હસન મિરાઝ, તસ્કીન અહમદ, શોરફુલ ઇસ્લામ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ, નસુમ અહેમદ, એબાડોત હુસૈન
    Published by:Mayur Solanki
    First published:

    विज्ञापन
    विज्ञापन