Home /News /sport /

Video : યુવરાજ સિંહે દિવાળી પહેલા બોમ્બ ફોડ્યો! 'ફેબ્રુઆરીમાં પીચ પર પરત ફરીશ'

Video : યુવરાજ સિંહે દિવાળી પહેલા બોમ્બ ફોડ્યો! 'ફેબ્રુઆરીમાં પીચ પર પરત ફરીશ'

યુવરાજ સિંઘે ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ લખી પીચ પર પરત આવવાના સંકેત આપ્યા

yuvraj singh : ફેબ્રુઆરીમાં ફરી જોવા મળશે સિક્સર કિંગના ગગનચૂંબી છગ્ગા-ચોગ્ગાઓનો વરસાદ, યુવીએ ચાહકોને આપી ખુશખબરી, શું લખનઉ કે અમદાવાદની ટીમ માટે રમશે IPL

  Yuvraj Singh Come back : ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ક્રિકેટના મેદાનમાં પરત ફરશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં કોમ્પિટીટીવ ક્રિકેટ રમી શકે છે. હાલ ચાલી રહેલા ટી 20 વિશ્વકપમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન પછી ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે (Yuvraj Singh) પોતાના કમબેક (Comeback) ની જાહેરાત કરી છે. યુવી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર કહેવામાં આવ્યું કે ટૂર્નામેન્ટમાં ભારતની કારમી હાર બાદ તેમને ઘણા બધા મેસેજ મળ્યા, જેમાં તેમને ફરી એકવાર મેદાન પર પરત ફરવા વિશે કહેવામાં આવી રહ્યું છે અને તેમના ફેન્સ અને દેશના લોકોની આટલી ડિમાન્ડ પર હવે તે ક્રિકેટમાં પાછા ફરવા માટે બિલકુલ તૈયાર હોવાની વાત પણ તેમણે કરી હતી.

  સોમવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર યુવરાજે જાહેરાત કરી કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પબ્લિક ડિમાંડ પર તે મેદાન પર કમબેક કરશે. જણાવી દઈએ કે આનો અર્થ પણ છે કે આવતા વર્ષે થનાર રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝથી તે ચુકી જશે. યુવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેમના અંતિમ ઈન્ટરનેશનલ મેચનો એક વિડિયો શેર કર્યો, જેના બેકગ્રાઉન્ડમાં બોલીવુડ દેશભક્તિ ગીત 'તેરી મીટ્ટી' વાગી રહ્યું છે.

  ભગવાન તમારી કિસ્મત લખે છે..

  વિડિયોના કેપ્શનમાં યુવીએ લખ્યું છે કે, ભગવાન તમારી કિસ્મત લખે છે. પબ્લિક ડિમાંડને જોતા મને આશા છે કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં હું ક્રિકેટ મેદાનમાં પરત ફરીશ. આનાથી સારી ફિલિંગ બીજી કોઈ હોઈ જ ન શકે. તમારા સ્નેહ અને શુભકામનાઓ માટે આભાર, આ મારી માટે ખૂબ મહત્વની છે. આપણી ટીમને સપોર્ટ કરતા રહો કેમ કે એક સાચો ફેન ખરાબ સમયમાં પણ પોતાની ટીમનો સાથ નથી છોડતો. જય હિંદ.

  આ પણ વાંચો :  PHOTOS: આ છે એવા ક્રિકેટરો જે પોતાની પિતરાઈને જ પરણ્યા, સુખી સંપન્ન છે લગ્ન જીવન

  વ્હાઇટ બોલનો શ્રેષ્ઠ ખેલાડી યુવી

  જણાવી દઈએ કે યુવરાજ સિંહે વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી પોતાની નિવૃતિની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. યુવીને વ્હાઈટ બોલ ક્રિકેટમાં સોથા શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક માનવામાં આવતા હતા. રિટાયરમેન્ટની જાહેરાત બાદ પણ તેમના ફેન્સને આશા હતી કે યુવી ફરીથી ક્રિકેટ ગ્રાઉન્ડ પર કમબેક કરશે, પણ તના ફેન્સની આશાઓ પર તે વખતે પાણી ફરી વળ્યું હતું અને યુવીને ફરી એકવાર બ્લૂ જર્સીમાં જોવાની તેમની ઈચ્છા અધૂરી જ રહી હતી.
  નિવૃત્તિની જાહેરાત કરી હતી

  આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિની જાહેરાતના થોડો જ સમય બાદ યુવીએ ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પણ નિવૃતિની જાહેરાત કરી હતી. જો કે આ બાદ તેમણે કેટલીક ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને તે ટી 10 લીગમાં પણ રમી ચુક્યા છે. 2021માં સચિન તેંદુલકરના નેતૃત્વવાળી ઈન્ડિયા લેજેન્ડનું રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં તેમણે નેતૃત્વ કર્યુ હતું અને પોતાની શાનદાર સ્કિલ્સ બતાવી હતી.

  આ પણ વાંચો : T20 World Cup: સચિન તેંડુલકરનો Video, ભારતની હારના કારણો આપ્યા, ટીમની નબળાઈ પણ જણાવી

  યુવરાજ ક્યાં રમશે?

  પીટીઆઈના રિપોર્ટ અનુસાર મુલગ્રેવ ક્રિકેટ ક્લબ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તે ટી 20 ક્રિકેટ મેચ માટે ક્રીસ ગેઈલ અને યુવરાજ સિંહને પાછા લાવશે. ક્લબ બ્રાયન લારા અને એબી ડિવિલિયર્સને પણ પાછા લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

  આ તેમના ફેન્સ માટે એક ખુશ ખબર છે. હાલ તો તેમના ફેન્સ તેમના કમબેકને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. યુવી ઓલરાઉન્ડર તરીકે ઘણી વખત ભારતીય ટીમનો હિસ્સો રહી ચુક્યાં છે. 2011 વર્લ્ડ કપમાં યુવી જ એ ખેલાડી હતા જેણે ટીમને જીત અપાવી હતી.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Cricket News in Gujarati, T20 world cup, Yuvraj singh

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन