T20 world cup 2021: વર્લ્ડકપમાં સતત ત્રીજી હાર સાથે આ ટીમનું 'પિક્ચર પુરૂ,' વેસ્ટઇન્ડિઝ જીત્યું

વેસ્ટઇન્ડિઝની બાંગ્લાદેશ સામે જીત

West Indies vs Bangladesh, T20 World Cup : સતત ત્રણ હાર સાથે હવે સેમિફાઇનલમાં જવાની આશા પર પાણી ફરી વળ્યું, છેલ્લા બોલે વેસ્ટઇન્ડિઝની જીત

  • Share this:
    આજે ટી-20 વર્લ્ડકપના પ્રથમ મુકાબલામાં સતત ત્રીજી હારનો સામનો કરનારી બાંગ્લાદેશની ટીમનું લગભગ પિક્ચર પુરું થઈ ગયું છે. બાંગ્લાદેશ અગાઉ બે હાર મેળવી ચુક્યું હતું. આજે વેસ્ટઇન્ડિઝ સામેની મેચમાં બાંગ્લાદેશની (T20 World Cup WI Vs BAN) ત્રીજી હાર થઈ હતી. આ હારની સાથે જ સેમિફાઇનલમાં પહોંચવાનું બાંગ્લાદેશનું સ્વપ્ન રોળાઈ ગયું છે. વેસ્ટઇન્ડિઝે છેલ્લી ઓવરમાં જીત મેળવી છે. (T20 World Cup WI Vs BAN Result) જીત મેળવી છે. વેસ્ટઇન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઑવરમાં 7 વિકેટના નુકસાને 142 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ 5 વિકેટના નુકસાને ફક્ત 139 રન કરી શક્યું છે. આમ આ હાર સાથે બાંગ્લાદેશ લગભગ સ્પર્ધામાંથી બહાર ફેકાઈ ગયું છે.

    2 ઓવરમાં 22 રનની જરૂર હતી : બાંગ્લાદેશની ટીમને છેલ્લી 2 ઓવરમાં જીતવા માટે 22 રનની જરૂર હતી. કેપ્ટન મહમુદુલ્લાહ અને લિટન દાસ ક્રિઝ પર હતા. ડ્વેન બ્રાવોની 19મી ઓવરના પ્રથમ બોલ પર મહમુદુલ્લાહે સિક્સર ફટકારી હતી પરંતુ છેલ્લા બોલ પર લિટન દાસ (44) લાંબા ઓન પર લાંબી ઊંચાઈના જેસન હોલ્ડરના હાથે કેચ આઉટ થયો હતો. આન્દ્રે રસેલને છેલ્લી ઓવરમાં જીતવા માટે 13 રનની જરૂર હતી પરંતુ પ્રથમ 5 બોલમાં માત્ર 9 રન જ બનાવી શક્યા હતા.



    છેલ્લા બોલે ચોગ્ગો અથવા છગ્ગો

    બાંગ્લાદેશને જીતવા માટે છેલ્લા બોલ પર ચોગ્ગા કે છગ્ગાની જરૂર હતી અને કેપ્ટન મહમુદુલ્લાહ કોઈ રન બનાવી શક્યો નહોતો. તે 24 બોલમાં 31 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. ટીમ તરફથી લિંટન દાસે સૌથી વધુ 44 રન બનાવ્યા હતા. તેણે 43 બોલની ઈનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. વિન્ડીઝ ટીમ તરફથી જેસન હોલ્ડર, આન્દ્રે રસેલ, રવિ રામપોલ, અકીલ હુસૈન અને ડ્વેન બ્રાવોએ 1-1 વિકેટ લીધી હતી.

    આ પણ વાંચો : T20 World Cup: ડેવિડ વોર્નરેનો Video, બનવા ગયો હતો રોનાલ્ડો પણ ખેલ ઉંઘો પડ્યો!

    બાંગ્લાદેશે બોલિંગ સારી કરી

    બાંગ્લાદેશના બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરીને વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે 142 રન પર સમેટી દીધું હતું. સતત ત્રીજી વખત પ્રથમ બેટિંગ કરવા આવેલી કેરેબિયન ટીમના બેટ્સમેનોએ ચાહકોને ફરી નિરાશ કર્યા હતા. નિકોલસે 22 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેણે 4 છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને વેસ્ટ ઈન્ડિઝને શરમજનક સ્કોર પર સમેટાઈ જતું બચાવ્યું હતું.

    આ પણ વાંચો : Cristiano Ronaldo: ખરબોપતિ ફૂટબોલર રોનાલ્ડો ફરી જુડવા બાળકોનો પિતા બનશે, લગ્ન વગર જ થયા છે ચાર સંતાન

    વેસ્ટઇન્ડિઝ માટે પણ દિલ્હી દૂર

    જોકે, આ જીત મેળવી હોવા છતાં વેસ્ટઇન્ડિઝ માટે સેમિફાઇલનું સ્વપ્ન અધુરું છે. ગ્રુપમાંથી અન્ય ટીમમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્યે જોરદાર મુકાબલો છે ત્યારે કોણ આ સ્પર્ધામાં આગળ જશે તે જોવું રહ્યું પરંતુ વેસ્ટઇન્ડિઝ માટે આ સ્પર્ધામાં લગભગ તક સમાપ્ત થઈ ચુકી છે.
    Published by:Jay Mishra
    First published: