Home /News /sport /T20 World Cup: મોહમ્મદ શમી પાકિસ્તાન સામે રમશે તો કોણ રહેશે બહાર? ગૌતમ ગંભીરે આ નામ લીધું

T20 World Cup: મોહમ્મદ શમી પાકિસ્તાન સામે રમશે તો કોણ રહેશે બહાર? ગૌતમ ગંભીરે આ નામ લીધું

શમીએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં શાનદાર બોલિંગ કરી

T20 World Cup 2022: મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં ડગઆઉટમાં બેઠો હતો. બધાને આશ્ચર્ય થયું કે, તેને શા માટે બોલ્ડ કરવામાં ન આવ્યો. રોહિત શર્માએ તેને છેલ્લી ઓવરમાં બોલ સોંપ્યો અને તેણે નિરાશ ન કર્યો.

    T20 World Cup 2022: મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં ડગઆઉટમાં બેઠો હતો. બધાને આશ્ચર્ય થયું કે, તેને શા માટે બોલ્ડ કરવામાં ન આવ્યો. રોહિત શર્માએ તેને છેલ્લી ઓવરમાં બોલ સોંપ્યો અને તેણે નિરાશ ન કર્યો.

    મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયા સામે T20 વર્લ્ડ કપની પ્રેક્ટિસ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તે આખી ઇનિંગ્સ માટે ડગઆઉટમાં બેઠો હતો. બધા તેને બોલિંગ કરતા જોવા માંગતા હતા. રોહિત શર્માએ તેને છેલ્લી ઓવરમાં બોલ સોંપ્યો અને તેણે 11 રનનો બચાવ કર્યો. આટલું જ નહીં તેણે 3 વિકેટ પણ લીધી હતી. એક રન આઉટ પણ. તેના આ શાનદાર પ્રદર્શન બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચમાં તેને તક મળશે અને કોનું સ્થાન મળશે.

    ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે મેચ બાદ સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે, ભુવનેશ્વર કુમારની જગ્યાએ શમીને ટીમમાં સામેલ કરી શકાય છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભુવીએ સારી બોલિંગ કરી હતી. તેણે 3 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તે ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી શક્યો નથી. આ જ કારણ છે કે, ગંભીરે તેની જગ્યાએ શમીને પસંદ કરવાની વાત કરી હતી.

    પ્લેઇંગ 11માં શમીના સ્થાને કયા બોલરને તક મળવી જોઇએ?

    જ્યારે પૂછવામાં આવ્યું કે, શમીના સ્થાને કયા બોલરને પ્લેઇંગ 11માં સ્થાન આપવું જોઈએ? ગંભીરે કહ્યું, મને લાગે છે કે, ભુવનેશ્વર કુમારનું સ્થાન. આજે મોહમ્મદ શમીએ જે છેલ્લી ઓવર ફેંકી હતી, મને ખાતરી છે કે, તમે તેને ભુવનેશ્વર કુમારની જગ્યાએ 23એ રમતા જોશો. મોહમ્મદ શમી તેની સીમ પોઝિશનને કારણે અહીં વિકેટ પર નવા બોલ સાથે ભુવનેશ્વર કુમાર કરતા વધુ ખતરનાક બની શકે છે.

    તેની ડેથ બોલિંગ પર માત્ર સવાલો હતા.

    ગંભીરને લાગે છે કે, તેની વધારાની ગતિ શમીને ડેથ ઓવરોમાં મદદ કરશે. તેણે કહ્યું, “તેની ડેથ બોલિંગ વિશે માત્ર પ્રશ્નો હતા. તેની પાસે તે ક્ષમતા છે જે કમનસીબે ભુવનેશ્વર કુમાર પાસે ડેથ ઓવરોમાં નથી કારણ કે તેની પાસે તે પ્રકારની ગતિ નથી. જો મોહમ્મદ શમી ડેથ સમયે આવી બોલિંગ કરી શકે છે, તો તે હકીકત છે કે, નવા બોલ સાથે મોહમ્મદ શમી ક્યા પ્રકારના બોલર છે.”

    અડધી ડેથ બોલિંગ સમસ્યા સરળ થઈ જશે

    ગંભીરે આગળ કહ્યું, “જો મોહમ્મદ શમીની T20 કારકિર્દીમાં કોઈ પ્રશ્નાર્થ ચિહ્ન હતું, તો તે તેની ડેથ બોલિંગ હતી. આજે તેણે જે રીતે છ બોલ ફેંક્યા હતા, જો તે વર્લ્ડ કપમાં પણ આવું જ કરે અને 12 બોલ કરે તો ભારતની અડધી ડેથ-બોલિંગ સમસ્યાઓ હલ થઈ જશે." માત્ર શમી જ નહીં, હર્ષલ પટેલે પણ 19મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે માત્ર 5 રન આપીને કાંગારૂ કેપ્ટન એરોન ફિન્ચની મહત્વની વિકેટ લીધી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Mohammed Shami, T20 World Cup 2022, ક્રિકેટ, સ્પોર્ટસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन